
સંજેલી :- મહેન્દ્ર ચારેલ
સંજેલીમાં શંકાસ્પદ 10 કિલો માશ મળી આવતા ફોરેન્સિક લેબમાં રિપોર્ટ પોજીટીવ આવતા તપાસનો ધમધમાટ શરૂ..
સંજેલી પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા સહિતની તપાસ હાથ ધરી..
સંજેલી તા, 20
સંજેલી નગરમાં પોલીસ દ્વારા જીણવટી રીતે કાયદેસર તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે…
5 દિવસ અગાઉ સંજેલી નગરમાં એક મકાનમાં અંદાજે 10 કિલો શંકાસ્પદ માસનો જથ્થો મળી આવતા સંજેલી પોલીસે કબજે લઈ
ફોરેન્સિક લેબમાં મોકલતા આજ રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા ગૌવંશ હોવાનું રિપોર્ટ આવતા ગેરકાયદર ચાલતા કતલખાનાઓ ચલાવનારોમાં ફફડાટ ફેલાયો પોલીસે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરીયો..
સંજેલી નગરમાં કતલખાનાઓની દુકાનો ખુલ્લેઆમ ધમધમી રહિ હોવાની ઘટનાને લઇ ગૌરક્ષક દ્વારા 5 દિવસ અગાઉ રેડ પાડી જેમાં 10 જેટલા પશુઓને પકડી સંજેલી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા અને પશુઓના માલિક ન મળતા પાંજરાપોળ ખાતે ધકેલી દેવામાં આવ્યા હતા.
ત્યારે બાતમી આધારે મળી આવેલ ગૌવંશોથી 300 મીટર ની દુરી પર અન્ય સ્થાને પશુના અવશેષો મળી આવ્યા હતા ત્યારે તે બાબતને લઈને પોલીસ દ્વારા પશુ અવશેષોને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા તેમ જ ફોરેન્સિક લેબમાં તપાસ માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી જે ફોરેન્સીપ રિપોર્ટમાં ગોવંશનું હોવાનું રિપોર્ટ પોઝિટિવ આવતા ખાટકીઓમાં દોડધામ મચી જવા પામી.. પોલીસે સીસીટીવી કેમેરા સહિત જમીન કોની છે આમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની ઝીણવટ રીતે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી કરવા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હોવાનું હાલ સૂત્રો દ્વારા માહિતી મળી છે.