Wednesday, 22/01/2025
Dark Mode

*કરોડીયા પૂર્વ ગામે વોર્ડ 2 માં પીવાના પાણી અને બારેમાસ કીચડથી ગ્રામજનો ત્રાહિમામ*   *આ બાબતે રજૂઆત કરતા કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રજૂઆત કરનાર ને અપમાનિત કર્યા* 

January 1, 2025
        371
*કરોડીયા પૂર્વ ગામે વોર્ડ 2 માં પીવાના પાણી અને બારેમાસ કીચડથી ગ્રામજનો ત્રાહિમામ*    *આ બાબતે રજૂઆત કરતા કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રજૂઆત કરનાર ને અપમાનિત કર્યા* 

યાસીન ભાભોર :- ફતેપુરા 

*કરોડીયા પૂર્વ ગામે વોર્ડ 2 માં પીવાના પાણી અને બારેમાસ કીચડથી ગ્રામજનો ત્રાહિમામ* 

*આ બાબતે રજૂઆત કરતા કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રજૂઆત કરનાર ને અપમાનિત કર્યા* 

*તમે મને વોટ આપ્યા નથી એટલે તમને કંઈ જ સુવિધા મળશે નહીં તેવો ડેપ્યુટી સરપંચે જવાબ આપ્યો હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ*

ફતેપુરા તા. ૧ 

*કરોડીયા પૂર્વ ગામે વોર્ડ 2 માં પીવાના પાણી અને બારેમાસ કીચડથી ગ્રામજનો ત્રાહિમામ*   *આ બાબતે રજૂઆત કરતા કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રજૂઆત કરનાર ને અપમાનિત કર્યા* 

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે વોર્ડ નંબર 2 માં કાયમી પીવાના પાણીની સમસ્યા અને બારેમાસ કિચડથી આ ફળિયાના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.જેના પગલે ફળિયા ના રહીશોએ આ બાબતે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2 ના સભ્ય અને કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલને રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત આજે તારીખ 1 જાન્યુઆરી 2025 ના રોજ કરોડિયા પૂર્વ ગામના વોર્ડ નંબર 2 ના સ્થાનિક રહીશે કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલને આ બાબતે રજૂઆત કરી હતી. ત્યારે આ ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલે એકદમ ઉશ્કેરાઈ જઈને અરજદારને અભદ્ર ભાષામાં ગાળો ભાંડીને બેફામ વાણી વિલાસ કર્યો કર્યો હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકોના અનુસાર સરપંચને અને જણાવ્યું હતું કે તમે મને વોટ આપ્યા નથી એટલે તમને કોઈ પણ પ્રકારની સુવિધા મળશે નહીં આ બાબતે તમારે જિલ્લા વિકાસ અધિકારીને કે જિલ્લા કલેકટરને જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં રજૂઆત કરો. મને કોઈ ફરક પડતો નથી તેવું કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલે અરજદારને જણાવ્યું હોવાનું અરજદારે આક્ષેપ કર્યો છે.ત્યારે આ સમગ્ર બાબતે સંબંધી તો દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હવે સ્થાનિકો કરી રહ્યા છે.ત્યારે તારીખોના આક્ષેપો જો સાચા હોય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવો બે ફામ વાણી વિલાસ કરે અને તેઓને કોઈપણ જાતની અને કોઈની પણ બીક વગર આવો બેફામ વાણી વિલાસ કરીને અબદ્ર ભાષામાં અરજદારો સાથે વ્યવહાર કરે તો તેઓને આટલી બધી સત્તા આપી કોણે?? આ તમામ પ્રશ્નો જન માણસમાં ઉઠવા પામ્યા છે.ત્યારે આ સમગ્ર બાબતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2 ના સ્થાનિક રહીશોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.ત્યારે હવે આ બાબતે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!