કોર્ટ કામગીરી માટે લીમખેડાના ધરમધક્કા:સિંગવડ તાલુકાને આઠ વર્ષ બન્યા છતાંય કોર્ટના કોઈ ઠેકાણાં નથી.!!
સિંગવડ તા.૨૭
સિંગવડ તાલુકો બન્યાને સાત થી આઠ વર્ષ થવા આવ્યા છતાં હજુ ઘણી સરકારી ઓફિસો થી તાલુકો વંચિત છે જ્યારે સિંગવડ તાલુકો બનાવ્યા પછી તેમાં બધી જ ઓફિસો નો સમાવેશ થઈ જતો હોય જેમાં અનાજના ગોડાઉન તકેદારી ઓફિસ કોર્ટ વગેરેની કામગીરી તાલુકા કક્ષાની થવી જોઈએ જ્યારે આ બધી જ સુવિધા સિંગવડ તાલુકામાં નહીં હોવાના લીધે અરજદારોને તથા કાનૂની કાર્યવાહી કરવા માટે છેક લીમખેડા સુધી જવું પડતું હોય છે જેના લીધે અરદારોનો ટાઈમ પણ બગડે છે અને તેમનો રૂપિયાનો ખર્ચ પણ વધારે થતો હોય છે જો સિંગવડ તાલુકામાં કોર્ટની કાર્યવાહી થતી હોય તો સિંગવડ તાલુકાના છેવાડાના ગામોના લોકોને લીમખેડા સુધી નહીં જઈને તેમને કામ સિંગવડ તાલુકામાં પતી શકે તેમ છે જ્યારે સરકારી કર્મચારીને પણ કોર્ટના કામ માટે લીમખેડા સુધી જતા હોવાના લીધે તેમનો સમય આખો દિવસ કોર્ટમાં પસાર થઈ જતા સરકારી કર્મચારી તથા અરજદારને પણ અટવવાનો વારો આવતો હોય છે જ્યારે સિંગવડ તાલુકામાં કોર્ટ બની જાય તો સ્થાનિક સરકારી કર્મચારીઓને અહીંયા બેઠા કામ થઈ જાય અને પછી પોતાના સરકારી કામ કરી શકે જ્યારે સિંગવડ તાલુકામાં પણ નવી કોર્ટ બનાવવા આવી તેવી લોકમાંગ ઉઠવા પામી છે.