સિંગવડ તાલુકા પંચાયત ખાતે આધાર કાર્ડમાં EKYC માટે 5 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ તથા નાના બાળકોની ભીડ:વિદ્યાર્થીઓને હેરાનગતિ
સિંગવડ તા.૨૭
સિંગવડ તાલુકા પંચાયત ખાતે આધાર કાર્ડ માં ઇ કેવાયસી કરાવવા માટે 5 થી 18 વર્ષના શાળામાં ભણતા વિદ્યાર્થીઓ નાના બાળકો તથા તેમના સાથે આવતા વાલીઓ ની પરિસ્થિતિ કફોડી બની છે જ્યારે આધારકાર્ડમાં ઇ કેવાયસી માટે સિંગવડ તાલુકાના 71 ગામોમાંથી ખાલી એક આધારકાર્ડ ઇ કેવાયસી કરવાની કીટ ચાલતી હોવાથી ગામડાના વિદ્યાર્થીઓ તથા નાના બાળકોમાં ખૂબ ભીડ થતી હોય છે જેના લીધે વિદ્યાર્થીઓ તથા નાના બાળકોની સાથે સવારથી તેમના વાલીઓ તાલુકા પંચાયત ઓફિસ ખાતે આવી જતા હોય છે અને તે સાંજ સુધી ભૂખ્યાને તરસ્યા બેસી રહેવા મજબૂર બન્યા છીએ જ્યારે ઘણા વિદ્યાર્થીઓ તો દસ દસ દિવસથી આવતા હોય છે અને તેના લીધે તે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હોવાના લીધે તે વિદ્યાર્થીઓની ભણવામાં પણ ભૂલે પડે છે અને આધારકાર્ડમાં પણ તૈયારીમાં નહીં થતું હોય જ્યારે ખરેખર નાના બાળકોને પણ અઠવાડિયા સુધી આધાર કાર્ડ માં ઇ કેવાયસી નહીં થતા તેના વાલીઓ ખાધા પીધા વગર ધક્કા ખાતા હોય છે જેના લીધે તેમના ઘરકામ થતા ખેતી કામ બગાડતા હોય છે અને સવારથી ભૂખ્યા આધાર કાર્ડ કેવાયસી કરાવવા માટે આવતા હોય છે જો ખરેખર એ કેવાયસી માટે જે એજન્સીને સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે તેને આખા તાલુકામાં એક જ કીટ આપવામાં આવી છે જેના લીધે આધાર કાર્ડ માં ઈ કેવાયસી કરાવવા માટે વિદ્યાર્થીઓનું ભણતર બગાડીને ઇ કેવાયસી કરાવવા માટે મજબુર થવું પડ્યું છે જો દરેક તાલુકામાં બે થી ચાર આધાર કાર્ડ ઇ કેવાયસી ની કીટ આપવામાં આવે તો તેનું કામ ફટાફટ થઈ જાય અને વિદ્યાર્થીઓ નુ ભણતર નહીં બગડે જ્યારે સરકાર વિદ્યાર્થીઓને ભણાવવા માટે ખૂબ રૂપિયા ખર્ચે છે તો પછી આ વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે તેના માટે કોણ જવાબદાર ગણાય જ્યારે બહાર આધારકાર્ડ માટે ઈ કેવાયસી કરવામાં 150 થી 300 રૂપિયા ચૂકવવા પડતા હોય છે સરકારી તંત્ર દ્વારા આધારકાર્ડમાં ઈ કેવાયસી માં નામ સુધારવા મોબાઈલ નંબર નાખવા વગેરે માટે વધારાના રૂપિયા આપવા પડે છે જેનો ભોગ અરજદારોને બનવું પડતું હોય છે જ્યારે સિંગવડ તાલુકા પંચાયત ખાતે આધાર કાર્ડમાં ઇ કેવાયસી કરાવવા માટે વધારાની કીટો આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને તાલુકા પંચાયત ખાતે આધારકાર્ડમાં કામ કરવા માટે સરકાર દ્વારા નક્કી કર્યા મુજબના રૂપિયા લેવામાં આવે તેવી પણ અરજદારની માંગ ઉઠવા પામી છે.