રાજેશ વસાવે :- દાહોદ
માર્ગ અકસ્માતમાં મૃત્યુદર ઘટાડવા ક્વાયત:દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ARTO કચેરી દ્વારા 300 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરાયું.
દાહોદ તા.૨૭
દાહોદ જીલ્લાનો જીરો ફેટલ ઝોનમાં સમાવેશ થાય તેમજ જિલ્લામાં માર્ગ અકસ્માતો પર અંકુશ લાવવા માટે દાહોદ એઆરટીઓ કચેરી, દાહોદ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા અનેકવાર વિવિધ કાર્યક્રમો સહિત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને માર્ગ અકસ્માતમાં નિર્દોષ લોકો તેમજ વાહન ચાલકો મોતને ન ભેટે તે માટે અવાર નવાર અવરનેશ કાર્યક્રમો પણ યોજવામાં આવતાં હોય છે
ત્યારે દાહોદ જિલ્લાને ઝીરો ફેટલ ઝોન બનાવવા સારૂ તેમજ વાહન ચાલકો તેમજ જાહેર જનતા ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશેષ રૂપે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં અવરનેશ ફેલાય અને તેમના થકી અન્ય લોકો પણ જાગૃત બને તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેન ૩૦૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરોક્ત તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે શપથ પણ લેવડાવવામાં આવ્યાં હતાં અને તેમના થકી અન્ય વાહન ચાલકો તેમજ જાહેર જનતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતમાં યુવા વર્ગ માર્ગ અકસ્માતનો ભોગ બનતાં હોય છે જેને કારણે યુવાવર્ગમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે વિદ્યાર્થીઓને હેલ્મેટના વિતરણ સાથે જાહેર જનતાને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની અપીલ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજસ્થાનના એઆરટીઓ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, દાહોદ એઆરટીઓ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ડીલર એસોશીએશનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.