બાબુ સોલંકી :- સુખસર
*સંજેલી થી ગોઠીબ જતા માર્ગ ઉપર અનેકવારની રજૂઆતો બાદ સફાળા જાગેલા તંત્રએ ઝાડી ઝાંખરા દૂર કર્યા*
*સંજેલીના જાગૃત નાગરિકે આર.ટી.આઇ.થી માહિતી માંગતા સંતરામપુર પી.ડબ્લ્યુ.ડી. દ્વારા ઝાડી ઝાંખરા દૂર કરાયા*
*ઝાડી ઝાંખરા દૂર કરી રસ્તાની સાઈડ માંથી જ માટી ખોદાણ કરી રસ્તાની સાઈડ પુરાણ કરતું તંત્ર*
સુખસર,તા.20
સંજેલી થી ગોઠી જતા 11 કી.મી ના માર્ગની સાઈડોમાં લાંબા સમયથી ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરા તથા ખાડાઓમાંથી પસાર થતા માર્ગની સાઈડોના ઝાડી ઝાંખરા દૂર કરવા તથા રસ્તાને રીપેરીંગ કરવા અનેકવારની રજૂઆતો છતાં વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા આખરે સંજેલીના એક જાગૃત નાગરિકે આર.ટી.આઇ દ્વારા માહિતી માંગતા કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા સંતરામપુર માર્ગ અને મકાન વિભાગ પંચાયતના તંત્રએ સફાળા જાગી ઝાડી ઝાંખરા દૂર કરી સંતોષ માન્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ સંજેલી થી ગોઠવી જતો 11 કી.મી ના માર્ગની બંને સાઈડોમાં વર્ષોથી ઝાડી ઝાંખરા ઓએ સામ્રાજ્ય જમાવી લીધું હતું.તેમજ રસ્તો જાણે ખાડાઓ માંથી પસાર થતો હોય તેમ જર્જરીત થવાના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાતા રહેતા હતા.જે બાબતે સંજેલીના એક જાગૃત નાગરિક દ્વારા અનેકવાર સંતરામપુર માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કર્મચારીઓને રજૂઆતો કરી હતી.છતાં પણ આ રસ્તા બાબતે ધ્યાન આપવામાં નહીં આવતા આખરે નાગરિકે આર.ટી.આઈ થી માહિતી માંગતા સફાળા જાગેલા તંત્રએ રસ્તાની બંને સાઈડોનમાં ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કર્યા તેમજ ઝાડી ઝાંખરાં દૂર કરતાં રસ્તાની સાઈડમાં પડેલા ખાડાઓ પુરાણ કરવા માટે રસ્તાની સાઈડ માંથીજ માટી લઈ કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.જોકે આ કામગીરી શનિવાર તથા રવિવાર રજાના દિવસોમાં જે.સી.બી મશીન લાવી વૃક્ષો કટીંગ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જેથી આર.ટી.આઇ દ્વારા માહિતી માંગનાર નાગરિક આક્ષેપ કરી રહ્યા છે કે,આ રસ્તામાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી રહી હોય તેની તપાસ વિજિલન્સ દ્વારા હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
અહીંયા ઉલ્લેખનિ છે કે,સંજેલી થી ગોઠીબ જતો માર્ગ જર્જરીત હોય વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.તેમજ વાહનોને પણ નુકસાન પહોંચતું હોય તેમ જ ટુ વ્હીલર જેવા વાહનો સ્લીપ થવાના બનાવો બનતા હોય તેમ જ સમયનો વેડફાટ થતો હોય તાત્કાલિક તંત્ર દ્વારા ધ્યાન આપી રસ્તાની રીપેરીંગ કામગીરી હાથ વધારવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.