
સીંગવડમાં કાળા કાંચવાળી ગાડી ચાલકો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી..
સીંગવડ તા. ૪
રણધીપુર પોલીસ દ્વારા કાળી રેડિયમ વાળા વાહનોના કાચ પરથી કાળી રેડિયમ નીકળવામાં આવી હતી. જ્યારે સરકાર દ્વારા અને આરટીઓ માન્ય ફિલ્મ પટ્ટી વાળી ગાડીઓના કાચ હોય તો તેના ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી પરંતુ ઘણા ગાડીઓના કાચ કાળી રેડિયમ વાળા હોવાના લીધે પોલીસ તંત્ર પણ સાવધાન થયું છે જ્યારે હમણાં જ તોરણી પ્રાથમિક શાળાના આચાર્યની ગાડીમાં કાળા કાચ હતા તેના લીધે તે છોકરી નહીં દેખાતા આ છોકરી સવારથી સાંજ સુધી ગાડીમાં પડી રહી હતી સાંજે તેને ગાડીમાંથી કાઢીને પછી મૂકી દેવામાં આવી હતી એવા બનાવો બનતા હોય જ્યારે ઘણી વખત કાળા રેડિયમ વાળા વાહનો મા ઇંગ્લિશ દારૂ લાવા લઈ જવાનો વેપલો થતો હોય છે
જ્યારે ઘણા વાહનોમાં કાળા કાચની રેડિયમ કરાવવાથી ઘણા ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી હોય છે તેને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પણ કાળા કાચ વાલી રેડિયમ ના વાહનોને પકડીને તૈયારીમાં કાળા કાચ વાળા રેડિયમ નીકાળવાનું ચાલી રહ્યું હોય જ્યારે રણધીપુર પોલીસ દ્વારા પણ આવા સરકારી તંત્ર તથા આરટીઓ દ્વારા નક્કી કર્યા મુજબના રેડિયમ પટ્ટી લગાવનાર વાહનચાલકોમાં કોઈપણ જાતનું દંડ કરવામાં નથી આવતું પરંતુ બિલકુલ કાળી રેડિયમ કરાવીને જે વાહનોના કાચ હોય છે તેવા પર આજરોજ રણધીપુર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી તેમાં રણધીપુર પોલીસ દ્વારા બે થી ત્રણ ગાડીઓના કાળા કલરની રેડિયમ નીકાળવામાં આવી હતી ખરેખર રંધીપુર પોલીસ દ્વારા આ બધી કાલા કાચ ની રેડિયમ વાળી ગાડીઓના કાચ પરથી કાલા કલરની રેડિયમ નીકળવામાં આવે તો ઘણા ગુનાઓ થતા અટકે તેમ છે અને બે નંબરીયા કામ થાય છે તે પણ આ કાળા કાચ વાળી ગાડી હોય એનામાં થતા હોય છે માટે પોલીસ તંત્ર દ્વારા કોઈપણ ગાડીઓના કાળા કાચ હોય તેની રેડિયમ નીકળવામાં આવે તેવી લોકોની માંગ છે.