Friday, 04/10/2024
Dark Mode

સંજેલી તાલુકામાં મામલતદાર કચેરીના પટાગણમાં કાદવ કિચડથી ભરપૂર ગંદકી.

September 27, 2024
        4581
સંજેલી તાલુકામાં મામલતદાર કચેરીના પટાગણમાં કાદવ કિચડથી ભરપૂર ગંદકી.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી તાલુકામાં મામલતદાર કચેરીના પટાગણમાં કાદવ કિચડથી ભરપૂર ગંદકી.

તંત્ર દ્વારા સ્વચ્છતા પર ધ્યાન ન આપતા બેદરકારી સામે મચ્છરજન્યથી રોગચાળાનો ભય.

મામલતદાર કચેરીના પટાગણમાં સરકારી બાબુઓ મસ્ત અને પ્રજાત્રસ્ત જેવો માહોલ…

સંજેલી તા. ૨૭

સંજેલી તાલુકામાં મામલતદાર કચેરીના પટાગણમાં કાદવ કિચડથી ભરપૂર ગંદકી.

સંજેલી નગરની સમસ્યાઓ પર સમસ્યા તંત્ર ખાડે ગઈ હોય તેમ આ જોવાઈ રહીયુ છે.કાદવ કિચડમાં મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારી સહીત અનેક અલગ અલગ વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ

 આ માર્ગ પર અવરજવર કરે છે છતાં આ અધિકારીઓની કેમ આ કાદવ કિચડ અને આ મીની તળાવ પર નજર કેમ પડતી નથી.તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ ચારેકોર ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આ સરકારી બાબુઓની તો વાત છોડો પોતાના આંગણામાં જ સ્વચ્છતા રાખી શકતા નથી તો સંજેલી નગરમાં ક્યાંથી સ્વચ્છતા હોય . માંડલી ચોકડી મામલતદાર ક્વાર્ટર આગળ વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છ વર્ષથી વણઉકેલ પાણીનો નિકાલ માટે તંત્ર નિષ્ફળ નિવડ્યું અને પોતાની જ ઓફીસ આગળ મીની તળાવ હોય તેમ પાણી ભરાવાના દ્રશ્ય જોવા મળ્યા.અધિકારીઓ સંજેલી નગરનું તો છોડો પણ પોતાના પટાગણમાં પાણી ભરાવાના દ્રશ્યને કોઈ યોગ્ય નિરાકરણ કરો ક્યાં સુધી આવું ગોલમાલ ચાલશે લાભાર્થીઓ ગંદકી અને પાણીમાં પગ મૂકીને ચાલવા મજબૂર સંજેલી તાલુકાની પ્રજા ત્રસ્ત સરકારી બાબુઓ મસ્ત જેવો માહોલ સર્જાયો.

સંજેલી નગરમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે અનેકવાર પંચાયત મામલતદાર કચેરી સહિત અરજદારની સ્વચ્છતાના અભાવને લઈ અરજીના રાફડા ફાટી નીકળીયો છતાં પણ આ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી. સંજેલી મામલતદાર કચેરીના પટાગણમાં જ ઠેર ઠેર પાણી ભરાવવાના દ્રશ્ય તેમજ કાદવ કિચન થી ભરપુર સાફ-સફાઈનો અભાવ તેમજ સ્વચ્છતા ના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. સંજેલી તાલુકો 54 જેટલા ગામોનો તાલુકો છે. તે તમામ ગામના લાભાર્થીઓ સંજેલી તાલુકા મથકે આવેલી કચેરીએ તાલુકા કચેરીએ વિવિધ અલગ અલગ કામો લઈને આવતા હોય છે જે લાભાર્થીઓને મામલતદાર કચેરી આગળ પાણી તેમજ ગંદકી ને લઇ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.અવારનવાર બાઈક ચાલક પણ સ્લીપ ખાઈને પડી જતા હોય છે જેના કારણે અગત્યના કાગળ પણ પલળી જતા હોય છે. તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં કેમ આવતો નથી કાદવ કિચન માંથી પસાર થવું લાભાર્થીઓને હાલાકી પડી રહી છે તંત્ર પોતાના જ પટાગણ માં સાફ સફાઈ તેમજ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી તો સંજેલી નગરમાં ક્યાંથી નિકાલ આવશે. કહેવત છે કે ભાગેલી હાંડલી માં ખાય તેવા દ્રશ્ય જોવાઈ રહિયા છે..

આ બાબતે મામલતદારને મોબાઈલથી વાતચીત કરતા તેમને જવાબ આપવાનું ટાળ્યું અને મીટીંગ ચાલે છે કહી ફોન મૂકી દેવામાં આવ્યો અન્ય અધિકારીઓનો સંપર્ક કરતા તેમને ફોન ઉપાડવાનું ટાળીયુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!