રાજેશ વસાવે :- દાહોદ
બોગસ બિનખેતી પ્રકરણમાં જિલ્લા સમહર્તાશ્રીનો ધડાકો, સંદીગ્ઘ હુકમો બાબતે ફોજદારી ગુનો દાખલ કરાવવા હુકમ કરતા ખળભળાટ..
રેવન્યુ સંલગ્ન 7 અધિકારીઓને પોલીસ ફરિયાદ કરવા અધિકૃત કરાયા…
દાહોદ તા. 26
દાહોદમાં બહુચર્ચિત નકલી NA ના હુકમો, નકલી, પ્રોપર્ટી કાર્ડ, તથા, વિવિધ કચેરીઓના બિનખેતી હેતુફેર,ઈ ધરા કેન્દ્ર ,તાલુકા પંચાયત કચેરી, સીટી સર્વે કચેરી,જિલ્લા પંચાયત,અને કલેક્ટર કચેરીના તેમજ તાલુકા પંચાયત કચેરીના અનેક હુકમો સંદીગ્ઘ જણાઈ આવ્યા હતા. આ હુકમો સંદર્ભે જેતે કચેરીના નામનો ઉપયોગ કરી ખોટો હુકમ વિવિધ નોંધો દાખલ કરી ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હોવાનું બહાર આવવા પામ્યું હતું. સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી મૂકનારા આ બનાવને ઊંડાણથી તપાસ કરવા માટે દાહોદ જિલ્લા સમાહર્તા યોગેશ નિર્ગુડેના માર્ગદર્શનમાં રેવન્યુ ખાતામાં થયેલ કથિત નકલી NA ના હુકમો અને નોંધોની તલસ્પર્શી તપાસ કરવા માટે પ્રાંત અધિકારી એન.બી રાજપૂતના વડપણ હેઠળ ટીમની રચના કરાઈ હતી.જે બાદ પ્રાત અંધિકારી, મામલતદાર, તલાટી કમ મંત્રી, સર્કલ ઓફિસર, વિગેરેઓએ મળીને પ્રાથમિક અને સ્થળ ચકાસણી હાથ ધરી હતી. આ ચકાસણી દરમિયાન અંદાજે 179 સર્વે નંબરોમાં અનેક ગેરરીતીઓ આચારાઈ હોવાનું સામે આવતા અને કેટલી અને કઈ રીતની ગેરરીતી થઇ છે. તેનો રિપોર્ટ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીએ કલેકટરશ્રીને કર્યો હતો. દાહોદ જિલ્લા કલેકટરને થયેલા આ રિપોર્ટની ખરાઈ અને તપાસ પૂર્ણ થતા ઉપરોક્ત તમામ કચેરીઓમાં ખોટા હુકમોને સાચા તરીકે ઉપયોગ કરી નોંધો દાખલ કરી હતી. તેમજ પ્રોપર્ટી કાર્ડ પણ બનાવેલ હોવાનું જણાઈ આવતા અને આ બાબત ગુનાહિત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા જિલ્લા સમાહર્તાએ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી દાહોદ,SLR દાહોદ,DILR દાહોદ, સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટ દાહોદ, ચીટનીશ ટુ કલેક્ટર, થતા તાલુકા વિકાસ અધિકારી દાહોદને તેઓની કચેરીના નામનો ઉપયોગ કરીને રજૂ કરાયેલા સંદીગ્ઘ હુકમો બાબતે ગુનો દાખલ કરવા અંગે અધિકૃત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ અધિક્ષક દાહોદના પરામર્સમાં રહી ગુનો દાખલ કરવા અને નિયમોનુંસારની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. કલેકટર કચેરીના હુકમો પરત્વે,ચીટનીશ ટુ કલેકટર દાહોદને પોલીસ અધિક્ષક સાથે પરામર્શમાં રહી ગુનો દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સુત્રો દ્વારા જાણવામાં આવ્યું છે.એટલું જ નહીં આ બાબતની જાણ અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ,મહેસુલ વિભાગ, જમીન સુધારણા કમિશ્નર, મહેસુલ તપાસણી કમિશનરની કચેરી, ગાંધીનગર વિગરે ને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે કેટલા અને કોની સામે ગુનો નોંધાય છે. તે ખૂબ મહત્વનું બની રહેશે.પોલીસ ફરિયાદમાં કયા સરકારી અધિકારીઓ,ભોગ બનશે, તેની ચર્ચા ચોરે અને ચોંટે થતી રહી છે. ત્યારે ગુનાઓ દાખલ થવાની સાથે જ આ ભેદ પરથી પણ પરદો ઉકેલાઈ જશે.