બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષા યોજાઈ*
*ભિતોડી પ્રાથમિક શાળામાં શાંતિ કુંજ હરદ્વાર આયોજિત પરીક્ષામાં ધોરણ પાંચ થી કોલેજ સુધીના 105 વિદ્યાર્થીઓએ ભાગ લીધો*
સુખસર,તા.21
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં શાંતિકુંજ હરદ્વાર આયોજિત અને સંતરામપુર ગાયત્રી શક્તિપીઠ પ્રેરિત ભારતીય જ્ઞાન સાંસ્કૃતિ પરીક્ષા 2024 યોજવામાં આવી હતી.ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષા ધોરણ પાંચ થી કોલેજ સુધીના બાળકો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.દરેક ધોરણમાં તાલુકા કક્ષામાં પ્રથમ નંબર મેળવનારને યોગ્ય ઇનામ આપી સન્માનિત કરી અને જિલ્લા લેવલે પરીક્ષા યોજવામાં આવે છે.ત્યાંથી જોન કક્ષાએ રાજ્ય લેવલે અને રાષ્ટ્ર લેવલે પરીક્ષાનું આયોજન કરીને બાળકમાં રહેલ કળા કૌશલ્યના વિકાસ માટે યોગ્ય સ્ટેજ આપવામાં આવે છે.સાથે ભાગ લેનાર તમામ બાળકોને સર્ટી આપવામાં આવે છે.તથા હાલમાં બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે પરંતુ સંસ્કાર અને સંસ્કૃતિ ભૂલતા જાય છે.જેથી આ પરીક્ષાના માધ્યમથી જે-તે ધોરણને અનુરૂપ બુક આપવામાં આવે છે.જે બુકમાં બાળકને કક્ષા મુજબની બોધ વાર્તા, દેશભક્તિ વિશે ધાર્મિકતા તથા આપણી ભારતીય સંસ્કૃતિ આરોગ્ય વિષયક બાબતો યોગ,કસરત જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. અને જેનો મુખ્ય ઉદ્દેશ આપણા દેશના ભાવિ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ દેશ પ્રેમ વધે,આપણી મૂળ સંસ્કૃતિને જાણતા થાય માણતા થાય અને તેને જાળવણી કરતા થાય તથા પોતે સુધરીને ભવિષ્યમાં એક આદર્શ નાગરિક બને, પોતાનું મા-બાપનું,પરિવારનું,કુટુંબ અને સમાજનું નામ રોશન કરે તેવા નાગરિક ભવિષ્યમાં પેદા થાય તથા બાળકો પશ્ચિમ સંસ્કૃતિથી દૂર રહી અને વ્યસન તથા ફેશનથી દૂર રહીને તંદુરસ્ત જીવન જીવે જેના ભાગરૂપે ફતેપુરા તાલુકાની જુદા જુદા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભીતોડી પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ થી કોલેજ સુધીના 105 બાળકોએ પરીક્ષા આપી ભીતોડી તથા આજુબાજુના નવાઘરા,ડોબરીયા ઘાટી ફળિયા,સુકી દેવી તથા જાંબુડીના બાળકોએ પરીક્ષામાં ભાગ લીધો હતો. ભીતોડી કેન્દ્ર દ્વારા ગાયત્રી પરિવારનો આ કાર્ય માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.