Thursday, 18/04/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો, સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી 70 હજાર ઉપરાંતના માલમતા પર હાથફેરો કરી તસ્કરો ફરાર..

December 15, 2021
        567
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો, સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી 70 હજાર ઉપરાંતના માલમતા પર હાથફેરો કરી તસ્કરો ફરાર..

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :-દાહોદ

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો, સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી 70 હજાર ઉપરાંતના માલમતા પર હાથફેરો કરી તસ્કરો ફરાર..

દાહોદ તા.૧૫

 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી મકાનમાં મુકી રાખેલ સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા ૭૦,૮૦૦ મળી કુલ રૂા. ૧,૨૪,૮૦૦ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

 ગત તા.૧૩મી ડિસેમ્બરના રોજ લીમડી નગરમાં માણેકચોક વિસ્તારમાં રહેતાં સુર્યકાંતભાઈ શાંતિલાલ ગડરીયાના બંધ મકાનમાં રાત્રીના દશેક વાગ્યાના આસપાસ અજાણ્યા ચોર ઈસમોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ્યાં હતાં મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી સોનાના દાગીના કિંમત રૂા. ૩૬,૦૦૦ અને રોકડા રૂપીયા ૭૦,૮૦૦ એમ કુલ મળી રૂા. ૧,૨૪,૮૦૦ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી તસ્કરો નાસી જતાં વહેલી સવારે આ ચોરીની ઘટનાની જાણ સુર્યકાંતભાઈ સહિત આસપાસના લોકોને થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે સ્થાનીક પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.

આ સંબંધે સુર્યકાંતભાઈ શાંતિલાલ ગડરીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!