રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે ગરબાડા પોલીસ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી..
ગરબાડા તાલુકાની તમામ શાળાઓમાં આજે શિક્ષક દિવસને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં પોલીસ સ્ટાફ દ્વારા પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી
ગરબાડા તા. ૫
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ની જન્મ જયંતી એ દર વર્ષે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે તથા શિક્ષક દિવસની ઉજવણીનો હેતુ દેશના તમામ શિક્ષકોના યોગદાનનો સન્માન કરવાનો અને તમામનો આભાર માનવાનો છે જે સંદર્ભે આજે તારીખ 5 9 2024 ના રોજ ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે ગરબાડા પોલીસ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ગરબાડા પોલીસ દ્વારા માધ્યમિક શાળાના શિક્ષકોને ફૂલ ગૂંચ આપી તેઓનો સન્માન કર્યું હતું. કાર્યક્રમ નિમિત્તે શાળા પરિવાર દ્વારા ગરબાડા પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ગરબાડા પોલીસ સ્ટાફ તેમજ શાળાના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.