મહેન્દ્ર ચારેલ :- સંજેલી
જૈન ધર્મના પર્યુષણ પર્વ દરમિયાન નગરમાં તમામ કતલખાનાઓ બંધ કરવા સંજેલી મામલતદારને આવેદન.
માસ,મચ્છી,ઈંડા તમામ માંસાહારીઓ વસ્તુઓ સહીત મૂંગા પશુઓનું કતલ ખાના બંધ કરવા psi સહિત પંચાયતને જાણ.
હાલ પવિત્ર શ્રાવણ માસ અને જૈન ધર્મના પર્યુષણ પર્વ દરમિયાન નોનવેજ ની દુકાનો સહિત મૂંગા પશુઓનો કતલ નવ દિવસ બંધ કરવા આગેવાનો તેમજ ગૌરક્ષકના પ્રમુખ દ્વારા સંજેલી મામલતદાર ની ઓફિસે રજૂઆત કરવામાં આવી.
સંજેલી તા. ૩૧
સંજેલીમાં જૈન ધર્મના પ્રદૂષણ પૂર્વ દરમિયાન નગરમાં તમામ કતલખાના નોનવેજની દુકાનો બંધ કરાવવા બાબતે સંજેલી મામલતદાર ને આવેદન પાઠવ્યું. સંજેલી નગરના જૈન ધર્મ સમાજના આગેવાનો સહિત ગૌરક્ષક ના પ્રમુખ દ્વારા આજરોજ સંજેલી મામલતદાર ને આવેદન આપવામાં આવી તેમજ પોતાના વિસ્તારમાં બંધ કરાવવા માટે સંજેલી પી.એસ.આઇ તલાટી સરપંચને પણ જાણ કરવામાં આવી હતી કે હાલ સમગ્ર ભારત સહિત ગુજરાતમાં આગામી તારીખ 31 8 2024 થી 8 9 2024 સુધી જૈન ધર્મનો મહાપર્વ ચાલુ થયો હોવાથી સંજેલી જૈન સમાજના ધર્મના આસ્થા રાખતા હોવાથી સંજેલી ગ્રામ પંચાયતમાં આવતા તમામ કતલખાન માસ મચ્છી ઈંડા અને તમામ માંસાહારી વસ્તુનું વેચાણ પર ગુજરાત સરકારનો પરિપત્રનું ચુસ્તપણે અમલ થાય તે અનુસંધાન સંજેલી નગરમાં તમામ કતલખાનાઓ અને નોનવેજની દુકાનો બંધ રાખવા તેમજ જો આ બાબતે ભંગ કરવામાં આવે તો જે ઈસમો સામે ઘીબી. પી.એસ. સી અને બોમ્બે પોલીસ એકટર વિવિધ જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા તેમજ સરકારશ્રીનો ચુસ્તપણે અમલ થાય તે હેતુસર સંજેલી મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને સંજેલીના જૈન સમાજના આગેવાનો અને ગૌરક્ષક ના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી..