રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં વિરામ બાદ દાહોદમાં મેઘરાજાની એન્ટ્રી,પાનમ નદી બે કાંઠે
દાહોદ તા.૨૩
દાહોદ શહેર સહિત જિલ્લામાં ગતરોજ મોડી રાત્રીના સમયથી મેઘરાજાએ પુનઃપધરામણી કરતાં જિલ્લામાં સર્વત્ર પાણી જાેવા મળી રહ્યાં છે.દાહોદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ફતેપુરામાં ૪૫મીમી પડ્યો હતો ત્યારે સૌથી ઓછો વરસાદ ઝાલોદ અને દાહોદમાં ૦૨ મીમી વરસાદ પડ્યો હતો. મેઘરાજાએ પુનઃ પધરામણી કરતાં ખેડુત મિત્રોમાં આનંદની લાગણી જાેવા મળી રહી છે.
છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા દાહોદ જિલ્લામાંથી ગાયબ થઈ ગયાં હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં હતાં. લોકો પરસેવે રેબઝેર થઈ ગયાં હતાં. ત્યારે ગતરોડ મોત્રી રાત્રીના સમયથી દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં જિલ્લામાં તમામ સ્થળોએ વરસાદી પાણી જાેવા મળ્યાં હતાં. વરસાદ પડતાં લોકોને ગરમથી રાહત મળી હતો તો બીજી તરફ મેઘરાજાની રાહ જાેઈ રહેલા ખેડુત મિત્રોમાં પણ આનંદની લાગણી જાેવા મળી હતી. દાહોદ જિલ્લામાં સાંજના ચાર વાગ્યા સુધી કુલ ૧૪.૨૨ વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ ફતેપુરામાં ૪૫ મીમી, ઝાલોદમાં ૦૨ મીમી, લીમખેડામાં ૧૬ મીમી, દાહોદમાં ૦૨મીમી, ગરબાડામાં ૦૯ મીમી, દેવગઢ બારીઆમાં ૦૯મીમી, ધાનપુરમાં ૧૩મીમી, સંજેલીમાં ૧૮મીમી અને સીંગવડમાં ૧૪મીમી વરસાદ પડ્યો હતો.
દાહોદ જિલ્લાના ચાર વાગ્યા સુધીના વરસાદના આંકડા નીચે મુજબ છે.
તાલુકા વરસાદ મીમીમાં
ધાનપુર ૪૫ મીમી
ઝાલોદ ૦૨ મીમી
લીમખેડા ૧૬ મીમી
દાહોદ ૦૨ મીમી
ગરબાડા ૦૯ મીમી
દેવગઢ બારીઆ ૦૯ મીમી
ધાનપુર ૧૩ મીમી
સંજેલી ૧૮ મીમી
સીંગવડ ૧૪ મીમી
કુલ ૧૪.૩૨ મીમી