રાહુલ ગારી :- ગરબાડા
પાટીયાઝોલના પુલ ઉપર વાહન ચાલક કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.
અકસ્માતમાં લોડિંગ વાહનની ચેસિસ તૂટી. સદનસીબે ડ્રાઇવર સહિત કંડકટર નો આબાદ બચાવ.
ગરબાડા તા. ૧૫
ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ના પુલ પર અવાર નવાર અકસ્માતો સર્જવાની ઘટના બનતી હોય છે જેમાં ગત બે મહિનામાં ત્રણ જેટલા અકસ્માત આ પુલ પર થઈ ચૂક્યા છે. જેમાં આજે વધુ એક અકસ્માત આ પુલ પર સર્જાયો હતો. જેમાં મધ્યપ્રદેશની ચોકલેટ ભરીને લોડિંગ વાહન દાહોદ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન આ પુલ પર વાહ ચાલે કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા લોડીંગ વાહન ફૂલના દીવાલ સાથે ઘસેડાઈ હતી. જેમાં વાહનમાં ભરીને રાખે ચોકલેટ ના ડબ્બાનુ દોરી ટુટતા વાહન પુંલના દિવાલ સાથે ઘસેડાતા લોડીંગ વાહનની ચેચિસ તૂટી હતી. જેમાં ગાડીમાં ભરી રાખેલ ચોકલેટનાં બોક્સો નદીમાં ખાબક્યા ગયા હતા. આ અકસ્માતમાં ડ્રાઇવર નો આબાદ બચાવ થવા પામ્યો હતો. અકસ્માત ની જાણ થતા ગરબાડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને રસ્તા પરથી ટ્રાફિક દૂર કરી આગળને કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખ નથી કે આ ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર મધ્યપ્રદેશથી ફૂલ ઝડપે આવતા વાહનોને કારણે અકસ્માતો બનવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે.