62 હજારનો મુદ્દામાલ સહિત એક ફોરવીલ કાર વન વિભાગએ જપ્ત કરી કાર્યવાહી હાથધરી. સંજેલી તાલુકાના વાસિયાથી વૃક્ષ કાપી ભેગા કરેલા ચંદનના લાકડા સાથે RFOઓ 2 ને ઝડપી પાડ્યા.

Editor Dahod Live
2 Min Read

સંજેલી :-  મહેન્દ્ર ચારેલ..

સંતરામપુરના લીલવાસર અને ચકલાસીના 2 શખ્સો સામે વન વિભાગની કાર્યવાહી.

62 હજારનો મુદ્દામાલ સહિત એક ફોરવીલ કાર વન વિભાગએ જપ્ત કરી કાર્યવાહી હાથધરી.

સંજેલી તાલુકાના વાસિયાથી વૃક્ષ કાપી ભેગા કરેલા ચંદનના લાકડા સાથે RFOઓ 2 ને ઝડપી પાડ્યા.

સંજેલી તા. ૧૫

નડિયાદ તાલુકાના ચકલાસી ગામના મુખ્ય સૂત્રધાર વિનુ ઈશ્વર વાઘેલા અને સંતરામપુર તાલુકાના લીલવાસર ગામના દિલીપ બદીયા ગરાસીયા ચંદનના ઝાડ કાપી હેરાફેરી કરતા શખ્સઓ દ્વારા વૃક્ષ કાપી ભેગા કરેલા લાકડા સાથે બે જણને ઝડપી પાડી 62 હજારનો મુદ્દા માલ તેમજ ફોરવીલર કાર ઝડપી પડતી વન વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી.સંજેલી તાલુકાના વાસિયા ગામેથી ખેડૂતના ખેતરમાંથી વહેલી પરોઢે ગેરકાયદે ખેતરમાંથી વૃક્ષ કાપીને ભેગા કરેલા ચંદનના લાકડા તેમજ કાર સાથે બે ને ઝડપી પાડયા હતાં. સંજેલી તાલુકાના વાસિયા ગામે ચેતનભાઈ જ્યોતિભાઈ ભાભોરના ખેતરમાંથી અનામત ચંદનના વૃક્ષો વહેલી પરોઢે ગેરકાયદેસર રીતે કાપતા હોવાની જાગૃત નાગરિકને જાણ થઈ હતી. જેથી સંજેલી વન વિભાગના આરએફઓ એસ.એસ માલીવાડને જાણ કરવામાં આવી હતી. ત્યારે ટીમ વાંસિયા ખાતે દોડી ગયા હતા. જ્યાં ચંદન કાપી રહેલા યુવકોએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પીછો કરીને તેમને ઝડપી પાડવામાં આવ્યા હતાં. ઝડપાયેલા યુવકોએ પોતાનું નામ નડિયાદ તાલુકાના ચકલાસી ગામના મુખ્ય સૂત્રધાર વિનુ ઈશ્વર વાઘેલા અને સંતરામપુર તાલુકાના લીલવાસર ગામના દિલીપ બદીયા ગરાસીયા હોવાનું જણાવ્યુ હતું. વન વિભાગે ઘટના સ્થળેથી કપાયેલા ચંદનના વૃક્ષના લાકડા સાથે હેરાફેરી કરવા માટે રાખેલી મારુતિ કાર પણ કબજે લીધી હતી. કુલ 62000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વિનુ અને દિલીપ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Share This Article