સિંગવડ તાલુકા કક્ષાની 78 માં સ્વાતંત્ર્ય દિન ઉજવણી કરાઈ..
સીંગવડ તા. ૧૫
સિંગવડ તાલુકા કક્ષાનો 78 મો સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી પીપળીયા (ર) ગ્રામ સચિવાલય ખાતે સિંગવડ મામલતદાર પી.કે. ચારેલ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારી ભગોરા માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પરમાર સ્નેહલભાઈ પરમાર સિંગવડ તાલુકા બીઆરસી કામોળ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખો મહામંત્રીઓ રણધીપુર પોલીસ સ્ટેશન સ્ટાફ સિંગવડ મામલતદાર ઓફિસ સ્ટાફ તથા સિંગવડ તાલુકા પંચાયત ઓફિસ સ્ટાફ આરોગ્ય વિભાગ તલાટી કમ મંત્રીઓ icds સ્ટાફ તથા આજુબાજુની શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજરોજ 78 માં સ્વાતંત્ર્ય દિન ના ભાગરૂપે પીપળીયા(ર ) ગ્રામ સચિવાલય ખાતે સિંગવડ મામલતદાર પી.કે. ચારેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યું હતું
ત્યાર પછી પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું સિંગવડ તાલુકા ના છાપરવડ તોયણી પીસોઈ પીપળીયા વગેરે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ તથા રાષ્ટ્રને લગતી કૃતિઓ રજૂ કરવામાં આવી જ્યારે પીસોઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર ખૂબ સરસ દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતુ જ્યારે બીજી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ અલગ અલગ રાષ્ટ્રગીત પર અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જ્યારે આવેલા મહેમાનોનું દિલ જીતી લીધું હતું જ્યારે આવેલા મહેમાનો દ્વારા આ વિદ્યાર્થીઓને રોકડ રકમમાં પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા ત્યારે સિંગવડ તાલુકા ના પ્રાથમિક શાળામાં ખૂબ સારી કામગીરી કરવા બદલ શિક્ષકોને પ્રમાણપત્રો આવેલા મહેમાનો દ્વારા આપવામાં આવ્યા હતા ત્યાર પછી આવેલા મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની પુર્ણાહુતિ માં ગ્રામજનો તથા શાળાના વિદ્યાર્થીઓને પીપળીયા સસ્તા અનાજની દુકાનદાર રમણભાઈ પરમાર દ્વારા નાસ્તો આપવામાં આવ્યો હતો જ્યારે આ કાર્યક્રમ માં પીપળીયા ગ્રામ સચિવાલયના તલાટી કમ મંત્રી શીતલબેન ખાટ તથા પીપળીયા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવા આવી હતી તથા આ 78 માં સ્વાતંત્ર્ય દિનને ખૂબ યાદગાર બનાવવામાં આવ્યો હતો.