#DahodLive
આરોગ્ય વિભાગની ટીમનાં દરોડા:નવ પાસ કંમ્પાઉન્ડર દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો ઝડપાયો.
દાહોદના ભલાદાન ઓષધાલયમાં ડોક્ટરની ગેરહાજરીમાં દર્દીઓની સારવાર કરતો કમ્પાઉન્ડર ઝડપાયો.
આરોગ્ય વિભાગની ટીમના દરોડામાં હોસ્પીટલમાં જરૂરી મંજૂરીઓ અને સર્ટિફિકેટનો અભાવ
દાહોદ તા. 14
દાહોદ શહેરના પાલિકા વિસ્તારમાં આવેલા એક હોસ્પીટલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકીંગ દરમિયાન તબીબની ગેરહાજરીમાં સારવારનાં નામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો કમ્પાઉન્ડર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન રંગેહાથ ઝડપાઈ જતા આ મામલે અર્બન મેડિકલ ઓફિસરે દાહોદ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કમ્પાઉન્ડરને ઝડપી એલોપેથી દવાઓનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આદીવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાનાં આંતરિયાળ વિસ્તારમાં ડિગ્રી વગર ગરીબ અને ભોળી કહેવાતી આદિવાસી સમાજનાં લોકોનાં સારવારનાં નામે આરોગ્ય સાથે ચેડા કરનાર ઝોલાછાપ ડૉક્ટરો સામે આરોગ્ય વિભાગ સક્રિય બની કાર્યવાહી હાથ ધરી રહ્યો છે.ત્યારે દાહોદ શહેરના નગરપાલિકા વિસ્તારમાં કાલાભાઈ પેટ્રોલ પંપ ની સામે ભલાદાન ઔષધલય નામક હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર દર્દીઓનું સારવારના નામે આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની અરજી આરોગ્ય વિભાગના અર્બન મેડિકલ ઓફિસર લોકેન્દ્ર મહેન્દ્રસિંહ બેરાવતને મળતા આરોગ્ય વિભાગની ટીમે ઉપરોક્ત ભલાદાન ઓષધાલયમાં દરોડો પાડતા ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર રમેશ બચુભાઈ મેડા (રહે. ભીલવાડા ગૌશાળાની બાજુમાં ) દર્દીઓનું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર દવાઓ લખી સારવારના નામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનો રંગેહાથ ઝડપાઈ જતા આરોગ્ય વિભાગના ટીમે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી ઉપરોક્ત રમેશ બચુ મેડા વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા પોલીસે ઉપરોક્ત કમ્પાઉન્ડની ધરપકડ કરી હોસ્પિટલમાંથી એલોપેથીક દવાઓનો 14,000 ઉપરાંતનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
*ઓષધાલયમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી કે સર્ટિફિકેટ ન મળી આવતા આરોગ્ય વિભાગની ટીમ ચોકી.*
દાહોદ શહેરના મધ્યમાં ધમધમતા ઉપરોક્ત ઔષધલાયમાંથી ચેકિંગ દરમિયાન જરૂરી મંજૂરીઓ જેવી કે
બાયોવેસ્ટ લાયસન્સ, પાલિકાનું લાયન્સ અથવા કોઈપણ પ્રકારની મંજૂરી કે લાયસન્સ ન મળી આવતા ચેકિંગ કરનાર આરોગ્ય વિભાગની ટીમ પણ ચોકી ઉઠી હતી..