
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
તંત્રની ઉદાસીનતાના પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત..
સંજેલીના વિવિધ વિસ્તારોમાં પાણીનો યોગ્ય નિકાલ ના થતા ઠેર ઠેર જલભરાવ..
સંજેલી તા. ૧૧
સંજેલી નગરમાં વર્ષોથી એકની એક જ સમસ્યાનો હલ હજી સુધી વહીવટી તંત્ર શોધી શક્યું નથી જેના કારણે પંચાયત કચેરી આગળ ચોમાસાના પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સંબંધિત વિભાગના અધિકારીઓની નિષ્કાળથીના કારણે પાણી ભરવાની સમસ્યા આજે પણ યથાવત છે.
સંજેલી પંથકમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્ય સામે આવ્યા છે.જેમાં સંજેલી મામલેદાર ક્વાર્ટર,પોલીસ લાઇન સહીત અનેક વિસ્તારમા વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. પંથકમાં મોડી રાતથી મેધરાજાની એન્ટ્રી થતા કેટલાક વિસ્તારોમા ધુટણ સમા પાણી ભરાયા છે. ખાસ કરીને ઝાલોદ રોડના માર્ગ પર હેતલ પેટ્રોલ પંપ, માંડલી રોડ નવીન બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્ય સામે આવ્યા છે.જોકે સંજેલી મામલતદાર ક્વાર્ટર આગળ જ આવી પરિસ્થિતિ ક્યાર સુધી આવીને આવી રહેશે. તેવા સવાલો સંજેલીવાસીઓના જનમાનસમાં ઉદ્ભવા પામ્યા છે. તંત્રની ઈચ્છા શક્તિના અભાવે સંજેલીની પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે.