રાજેશ વસાવે :- દાહોદ
સ્વ અરવિંદભાઇ મેડાનું અકાળે અવસાન થયું હોવાથી તેઓની યાદમાં આદિજાતિ ભવન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
વાંચનાલયની વિદ્યાર્થીનીઓ ધ્વારા પ્રાથના ગીતનું ગાયન કરવામાં આવ્યું. તેમજ 2 મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું.
લાઇબ્રેરીના વિદ્યાર્થીઓએ તેમજ કર્મચારીઓએ સ્વ અરવિંદભાઇના પરિવારને 48 હજારની રોકડ રકમ આપીને સાચી શ્રદ્ધાંજલિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું.
દાહોદ તા. ૧૦
સ્વ અરવિંદભાઈ દાહોદ લાયબરેરીમાં તૈયારી કરવા આવતા હતા, પરિવાર ધ્વારા જણાવવામાં આવ્યા મુજબ તેઓ ફોરેસ્ટર જેવી પરીક્ષામાં પાસ થયેલ હતા.
આ કાર્યક્રમમાં આદિજાતિ ભવન ખાતે વાચીને પાસ થનાર 10 થી વધુ સરકારી કર્મચારીઓ જે હાલ PSI, Police, Clark, Gram Sevak, Computer Operator તેમજ અન્ય પોસ્ટ પર ફરજ બજાવે છે તેઓએ પણ પોતાના મિત્રના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપેલ હતી.
દાહોદ જિલ્લાના બાવકા ગામના વતની ધર્મેશભાઇ કે જેઓ હાલમાં PSI તરીકે ફરજ બજાવે છે. તેમના ધ્વારા વિદ્યાર્થીઓને આવનાર પરિક્ષામાં પાસ થવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.