
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકામાં 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ની ધામધૂમથી ઉજવણી.
ઢોલ શરણાઈ ના તાલે નાચ ગાન વચ્ચે જય ગુરુદેવ જય આદિવાસી ના નારા સાથે નગરમાં રેલી.
સંજેલીમાં આદિવાસી દિવસ ને લઈને ઠેર ઠેર પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.
સંજેલી તા. ૯
સંજેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગુરુ ગોવિંદ ચોક પર ધજા ચડાવી ફૂલહાર કરી પૂજા અર્ચના કરવામાં આવી. સંજેલી માંડલી રોડ ખાતે બાબા આંબેડકર ચોક ખાતે સવારના 09:00 કલાકે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફૂલહાર કરી ઢોલ નગારા ના તાલે વાજતે ગાજતે રેલી સંજેલી જુના બસ સ્ટેન્ડ ખાતે પહોંચીને ગુરુ ગોવિંદ ચોક આગળ ગુરુ ગોવિંદને ફુલ હાર શ્રીફળ વધેરીને પૂજા અર્ચના કરી ધજા ચડાવવામાં આવી હતી. 9 ઓગસ્ટ આદિવાસી દિવસ ની રેલીમાં મોટી સંખ્યામાં સંજેલી ના વિવિધ ગામોમાંથી લોકો રેલીમાં જોડાયા હતા જેને લઇ પોલીસ બંદોબસ્તપણે ગોઠવી દેવામાં આવ્યો
હતો જેને લઇ કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસ પણ ખડે પગે રહ્યું જેમાં જળ જંગલ જમીન જે આદિવાસી ભાઈઓ સંસ્કૃતિ વારસો અને હકો છે જેની લડત લડી રહ્યા છે આદિવાસી મૂળભૂત અધિકારો સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે જેને લઇ આજરોજ 9 ઓગસ્ટ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે સંજેલી તાલુકામાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ મળી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ વર્ષે રેલીમાં ડીજે બંધ રાખી ઢોલ નગારા શરણાઈ સાથે નાચતે ગાજતે રેલી કાઢવામાં આવી હતી રેલીમાં આદિવાસી ભાઈઓ આદિવાસી પહેરવેશ આદિવાસી ભીલડી પાઘડી પહેરી ગોફણ તીરકામઠા ધારિયા દાતરડા જેવી વસ્તુ સાથે રાખી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરી આદિવાસી જીવન શૈલી આદિવાસી નો હક અને અધિકારો તેમજ આદિવાસીની માંગણી સાથે રેલી યોજવામાં આવી હતી.