ઝાલોદના મૂનખોસલા- હોળી પીપળાને જોડતો કોઝ વે ધોવાયો…

Editor Dahod Live
1 Min Read

ઝાલોદના મૂનખોસલા- હોળી પીપળાને જોડતો કોઝ વે ધોવાયો…

દાહોદ તા. ૨૯ 

ઝાલોદ તાલુકાના મુનખોસલાથી હોળી પીપળાને જોડતો અને થોડા સમય પહેલા જ લોકાર્પણ કરાયેલો કોઝવે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા વાળું કામ કર્યો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં આ કોઝ વેનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે ગતરોજ વરસાદી માહોલ દરમિયાન પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા ચારથી પાંચ ફળિયા અને ગામોનો સંપર્ક તૂટી જવા પામ્યો છે. આ કોઝવે તૂટતા શાળાએ જતા બાળકોને પણ સીધી અસર પડે તેવું છે. નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતના પગલે હલકી ગુણવત્તા નું મટીરીયલ વાપરી બનાવવામાં આવેલો કોઝવે વરસાદમાં ધોવાયો છે.

Share This Article