સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે એસટી બસ અને ઈકો ગાડી વચ્ચે અકસ્માત: ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત.

Editor Dahod Live
1 Min Read

સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે એસટી બસ અને ઈકો ગાડી વચ્ચે અકસ્માત: ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત.

સંજેલી તાલુકાના પ્રતાપપુરા મુકામે એસટી બસ અને eeco ગાડી વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં eeco ગાડીમાં સવાર ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તેઓને 108 મારફતે નજીકના સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. 

સંજેલી તા. ૨૯ 

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પ્રતાપપુરા ગામે સંજેલી થી ગોધરા તરફ જવાના મુખ્ય માર્ગ પર લીમખેડા તરફથી આવતી એસટી બસ અને સંજેલી થી લીમખેડા તરફ જતી eeco ગાડી સામસામે અથડાતાં બસમાં બેસેલા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. અકસ્માત દરમિયાન બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.જે બાદ અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ વ્યક્તિઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખ છે કે ગોધરા જવાનો માર્ગ સાંકડો અને સિંગલ પટ્ટી હોવાના કારણે આ સ્થળ ઉપર અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવે છે. રસ્તો પહોળો કરવાની માં ઘણા સમયથી ગ્રામજનો તેમજ આસપાસના લોકો ઉઠાવી રહ્યા છે. કેટલીય વખત લેખિત અને મૌખિક રજૂઆતો બાદ પણ આ રસ્તાને પહોળો કરી નવીન રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં ન આવતા દિન પ્રતિદિન અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.

Share This Article