ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં પાલિકા અને પાણી પુરવઠા વિભાગની બેદરકારી,પાણીનો થતો બગાડ..
સંતરામપુર તા. ૨૧
સંતરામપુર નગરની સુખી નદીની નીચે છેલ્લા ઘણા સમયથી મુખ્ય પાણીની પાઈપ નો વાલ લેકે જ હોવાના કારણે સતત 24 કલાક પાણીનો વેડફાડ થતો જોવા મળી આવેલો છે તંત્ર દ્વારા રીપેરીંગ કરવાના બદલે આ વાલ ઉપર પ્લાસ્ટિક ચઢાવીને કામ ચલાવ કરી મૂકેલું છે આ લીકેજ વાલ ના કારણે અડકર પાણી નદીની અંદર જતું રહેતું હોય છે અને ગંદા પાણી સાથે વધારે બગાડ થતો હોય છે બિનજરૂરી સતત અઢળક પાણી વીરાતું હોય છે આ મુખ્ય પાણીની ની પાઇપ મ સૌથી વધારે પ્રેશર હોવાના કારણે ઘણીવાર તો ફુવારા જેમ પાણી ઉછળતું હોય છે નગરના દરેક વિસ્તારોમાં અને પ્રતાપુરા વિસ્તારમાં આ જ પાઇપ માંથી પાણી પસાર થતું હોય છે અને આ પાણીનો આજ દિન સુધી બંધ થયું જ નથી સતત ચાલુ રહેવાના કારણે અઢકર પાણી વિરાતું જોવા મળી આવેલું છે પાણી પુરવઠા અને પાલિકા દ્વારા પાણી બચાવો ન બદલે પાણીનો બગાડ થતો જોવા મળી આવેલો છે તંત્ર ક્યારે જાગશે નવો પાણીનો બગાડ થતો ક્યારે અટકશે.