સિંગવડ તાલુકામાં ઘણા લાંબા સમયથી BSNL નેટવર્કના ધાંધિયા, ટાવરો શોભાના ગાંઠીયા સમાન…
સીંગવડ તા. ૧૭
સિંગવડ તાલુકાના 20 થી વધારે ગામો હજુ સુધી સદી પાછળ જીવી રહ્યા હોય તેમ પ્રતિત થાય છે દુનિયા હાલમાં ટેકનોલોજીના સહારે ચાંદ પર પહોંચી ગઈ છે ત્યારે સ્થાનિક લોકોની ઉગ્ર માંગને ધ્યાને રાખી સ્થાનિક આગેવાનોના પ્રયત્નોના સહયોગથી છેલ્લા એકાદ વર્ષથી તાલુકાના અંતરિયાળ ગામોમાં BSNL દ્વારા ટાવર ઉભા કરી લોક હિતાર્થે સસ્તું નેટવર્ક ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ તંત્રની બેદરકારીના કારણે માત્ર ટૂંકાગાળા બાદ કેટલાય સમયથી મોટાભાગના ટાવરો શોભાના ગાંઠીયા સમાન સાબિત થવા પામ્યા છે જ્યારે સિંગવડ તાલુકાના મોટા આંબલીયા મંડેર કટારા ની પાલ્લી સરજુમી વડાપીપળા વગેરે ગામોમાં ઘણા લાંબા સમયથી BSNL ના ટાવર સરકાર દ્વારા ઉભા કરી દેવામાં આવ્યા પરંતુ ટાવર ઉપર તેના લગતા કોઈ પણ યંત્રો લગાડવામાં નહીં આવતા. આ ટાવર શોભાના ગાંઠીયા સમાન બની રહ્યા છે જ્યારે BSNL ના ટાવરો ચાલુ કરવામાં આવે તો ગામડાના મોબાઈલ ધારકોને સારું નેટવર્ક મળે અને સસ્તું નેટવર્ક મળી શકે તેમ છે જ્યારે પ્રાઇવેટ કંપનીઓના ભાવ વધારા કરવામાં આવ્યા પછી સરકારી તંત્રના BSNL ટાવરને ફટાફટ ચાલુ કરીને દે તો BSNL ના ગ્રાહકો વધી શકે અને સરકારને પણ તેનો લાભ મળી શકે અને ગ્રાહકોને પણ તેનો લાભ મળી શકે ગામડામાં છ મહિનાથી વધારે ટાઈમ થી BSNL ટાવરો તૈયાર કરીને મૂકી દેવામાં આવ્યા છે પરંતુ એને ચાલુ નહીં કરાતા ગામડા ના મોબાઇલ ધારકોની બૂમો ઊઠવા પામી છે સરકાર દ્વારા BSNL ના ટાવરો ચાલુ કરવા માટે રસ લેવામાં આવે તો ગામડાના ગ્રાહકોને ફાયદો થઇ શકે તેમ છે જ્યારે સરકારી તંત્ર તથા સ્થાનિક નેતાઓ દ્વારા પણ આ BSNL ના ટાવરો ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.