મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના વાંસિયા ઢેઢીયા નેનકી ખાતે પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશોત્સવ કરાવતા ધારાસભ્ય રમેશભાઈ કટારા
બાળકોને શૈક્ષણીક કીટ આપીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો
સંજેલી તા.2૮
ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની – શાળા પ્રવેશોત્સવની” થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ની ઉજવણી પ્રસંગે ધારાસભય રમેશભાઈ કટારા દ્વારા સંજેલી તાલુકાના વાંસિય ઢેડીયા નેનકી પ્રાથમિક શાળામાં બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય એ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને આભારી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની નવી સંસ્કૃતિ વિકસાવી બાળકોના શાળા પ્રવેશને એક ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી છે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે એ માટેની ચિંતા સરકારે કરી છે.
વધુમાં જણાવ્યું હતું કે કારકિર્દી માટે તો શિક્ષણ જરૂરી છે જ પરંતુ શિક્ષણના માધ્યમથી જ ઉત્તમ કેળવણી મેળવી શકાય છે. બાળકોના જીવનમાં શિક્ષણનો પાયો મહત્વનો ભાગ ભજવે છે. જો શિક્ષણનો પાયો મજબૂત હશે તો તેમના સમગ્ર જીવનની ઈમારત મજબૂત હશે અને બાળકોનું ઘડતર મજબૂત થશે. જેથી શિક્ષણ મેળવવા અંગે ગંભીર થઈ દરેક વાલીએ પોતાના બાળકને અચૂક શિક્ષણ આપવું જ જોઈએ. કાર્યક્રમના મેધાવિની શાસ્ત્રીના હસ્તે શાળાઓના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવમાં આચાર્યશ, શિક્ષકઓ, શાળા પરિવાર, સ્થાનિક ગામ આગેવાનો, આંગણવાડી કાર્યકરો, ભૂલકાંઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.