ફતેપુરા વન વિભાગની કાર્યવાહી:ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતી ટ્રક ઝડપાઈ 

Editor Dahod Live
2 Min Read

યાસીન ભાભોર :- ફતેપુરા 

ફતેપુરા વન વિભાગની કાર્યવાહી:ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતી ટ્રક ઝડપાઈ 

ટ્રક સહિત રૂપિયા 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝાલોદ વન વિભાગ ડેપો ખાતે મોકલી અપાયો 

ફતેપુરા તા. ૬

 ફતેપુરા વન વિભાગના પરિક્ષેત્ર વન અધિકારી પી.જે ચક્રવર્તીને તેમજ ફતેપુરા વન વિભાગના વનપાલ અધિકારી એમ.આર રટોડા ને ખાનગી રહે મળેલી ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના નાદુકણ (સલરા) ગામેથી ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતી ટ્રક ને ટ્રક સહિત 10 લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડી છે.

ફતેપુરા વન વિભાગના પરિક્ષેત્ર વન અધિકારી અને વનપાલને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના નાદુકણ (સલરા) ગામે ફતેપુરા વન વિભાગના કર્મચારીઓને સાથે રાખીને વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન બાતમી વાળી GJ-09-Y-8559 નંબરની ટ્રક આવતા તેને ઉભી રખાવીને પૂછપરછ કરતા અને ટ્રકમાં જોતા પંચરાઉ લાકડા ભરેલા હોવાથી આ ટ્રકના ચાલક પાસે લાકડાના પાસ પરમીટ અને આધાર પુરાવા બાબતે પૂછપરછ કરતા આ ટ્રકના ચાલક પાસેથી આ લાકડાનું કોઈ પણ જાતનું પાસ પરમિટ કે આધાર પુરાવો મળી આવ્યા ન હતા જેથી આ પંચરાઉ લાકડા ભરેલી ટ્રક ને ફતેપુરા વન વિભાગના વન પરિક્ષેત્ર અધિકારી અને ફતેપુરા વન વિભાગના વનપાલ અધિકારીની ટીમ દ્વારા કબજો મેળવીને ફતેપુરા રેન્જ કચેરીએ લાવીને ભારતીય વન અધિનિયમ 1927 ની કલમ 41(2)બી મુજબ ફતેપુરા રાઉન્ડના રા.ગુ. 02/2024-25 નાથી ગુનો નોધી અને મુદ્દા માલ પંચરાઉ લાકડા ભરેલી ટ્રક ફતેપુરા વન વિભાગની કચેરી ખાતે ડેપો ન હોવાથી ઝાલોદ વન વિભાગની કચેરીના ડેપોમાં જમા કરાવી,પાવતી મેળવી અને સરકારના આ ગુના બાબતે આગળની કાર્યવાહી અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.

 આમ ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતી ટ્રક ને ટ્રક સહિત ₹10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં ફતેપુરા વન વિભાગને સફળતા મળી છે

Share This Article