Friday, 21/01/2022
Dark Mode

દે.બારીઆ તાલુકાના જુનીબેડી ગામે પોલીસના સંકજામાંથી છુટી ભાગવા જતા કુવામાં પડતા યુવકનું મોત,

November 15, 2021
        3110
દે.બારીઆ તાલુકાના જુનીબેડી ગામે પોલીસના સંકજામાંથી છુટી ભાગવા જતા કુવામાં પડતા યુવકનું મોત,

રાહુલ મહેતા દેવગઢ બારીયા 

દે.બારીઆ તાલુકાના જુનીબેડી ગામે અરજીના કામે એક યુવકને પોલીસે તેના ઘરે જઈ પકડી તેને માર મારતા યુવક પોલીસના સંકજામાંથી છુટી ભાગવા જતા કુવામાં પડતા યુવકનું મોત

– દે.બારીઆ તાલુકાના સાગટાળા પોલીસ મથકની હદમાં આવેલ જુની બેડી ગામે પોલીસના મારથી બચવા યુવક કુવામાં પડતા મોત

– ર૪ વર્ષીય યુવકના મોતને લઈને અનેક તર્ક-વિતર્ક

– જે પોલીસે યુવકને પકડીને માર માર્યો તે પોલીસ ત્યાંથી નાસી જતા શંકા-કુશંકા

દાહોદ, તા.૧પ

દેવગઢ બારીઆ તાલુકાના જુની બેડી ગામે ઝોલ ફળીયામાં રહેતા એક યુવાનને સાગટાળા પોલીસ મથકના બે પોલીસ કર્મીઓએ અરજીના કામે તેના ઘરે જઈ તેને પકડી પાડી બે-ત્રણ લાકડી મારતા યુવક પોલીસના હાથમાંથી છટકી ભાગવા જતા કુવામાં ખાબકતા યુવકનું મોત નિપજ્યું હતુ.

 પ્રાપ્ત માહિતી મુજબ તા.૧૪.૧૧.ર૧ના રોજ દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા પોલીસ મથકની હદમાં આવેલ જુની બેડી ગામે ઝાલ ફળીયામાં રહેતા ભરતભાઈ તેરસીંગભાઈ નાયકનો પુત્ર વનરાજ ભરતભાઈ નાયક ઉ.વ.ર૪ ના એ ગત પાંચ વર્ષ અગાઉ તેના જ સમાજની બેડા ગામની યુવતી સાથે સમાજના રીતરિવાજ પ્રમાણે લગ્ન કરેલા અને તે પછી જે હાલ વડોદરા ખાતે તેના પરિવાર સાથે રહે છે જ્યારે તેનો પુત્ર વનરાજ ભરતભાઈ નાયક ઉવ.ર૪ જે તેની બા કાળીબેન સાથે જુની બેડી ગામે રહે છે. જેના લગ્ન પાંચ વર્ષ અગાઉ તેના જ સમાજની જુના બેડા ગામની યુવતી સાથે સમાજમા રીતિ રિવાજ મુજબ લગ્ન કરેલ અને તે પછી આ યુવતીના પીયરમાં તેના અન્ય કોઈ છોકરા સાથે આડા સંબધ હોવાના કારણે તે વનરાજ સાથે રહેતી ના હતી અને વનરાજ સાથે ઘર સંસાર માંડવા માંગતી ના હોવાથી તેના પિયરમા રહી વનરાજ અને તેના પિતા વિરૂધ્ધ સાગટાળા પોલીસ મથકમા અરજી કરેલ અને બંને ગામની પંચોના અનુસંધાને પંચરાહે નિકાલ કરવા બેઠેલ જેમા યુવતીના દરદાગીના(રકમ)નો નિકાલ ના થતા પંદર દિવસનો વાયદો કરી તે દરદાગીના પરત આપવાનું જણાવેલ ત્યારે ગત તા.૧૪ નવેમ્બરના રોજ વનરાજ તેમજ તેની બા એમ બંને જણા ઘરે હતા.

 સાંજના સાત વાગ્યાના સુમારે જમી પરવાડી બંને જણ ઘરે બેઠેલા હતા ત્યારે સાગટાળા પોલીસ સ્ટેશનમાંથી બે પોલીસવાળા તેમની મોટર સાયકલ કોતરની ધરા ઉપર મુકી ચાલતા આવેલા અને વનરાજને કહેવા લાગેલ કે તમે લોકો તમારી અરજીનો નિકાલ કેમ કરતા નથી તુ અન્યારે અમારી સાથે ચાલ તેમ કહી પકડીને બહાર કાઢતા હતા અને તે વખતે તેઓએ બે ત્રણ લાકડીઓ પણ મારેલી જેથી આ છોકરો વનરાજ તેઓના હાથમાંથી છટકી ભાગવા લાગેલ ત્યારે ઘરની નજીકમા આવેલ કુવામાં પડવાનો અવાજ થતા વનરાજની બા તેમજ બંને પોલીસ કર્મીઓ કુવા પાસે જઈઈ જાેતા કોઈ લાશ ઉપર જણાતી ના હતી જેની બુમા બુમ કરતા આસપાસના લોકો દોડી આવેલ અને તે પછી કુવામાં જાેતા કુવાના પાણીમા વનરાજનો શર્ટ દેખાતો હતો. જ્યારે આ જાેઈ બંને પોલીસ કર્મીઓ ત્યાંથી નાસી ગયેલા જે બનાવ અંગે વનરાજના પિતા વડોદરા ખાતે હોઈ જેમને આ અંગે જાણ કરતા તે જુની બેડી ગામે આવી ગામના માણસો સાથે આજરોજ તા.૧પ નવેમ્બરના રોજ સાગટાળા પોલીસ મથકે કરતા પોલીસે વનરાજના પિતા ભરતભાઈ તેરસીંગભાઈ નાયક એ બંને પોલીસ કર્મીઓના કારણે તેનો પુત્ર વનરાજનું મોત નિપજ્યુ હોઈ જે બાબતની ફરીયાદ દાખલ કરાવતા પોલીસે હાલ જાણવા જાેગ જાહેરાત લઈ લાશને કુવામાંથી બહાર કાઢી તેને દે.બારીઆ હોસ્પીટલમાં પીએમ અર્થે મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જયારે દે.બારીઆ તાલુકાના જુની બેડી ગામના પોલીસ બનાવમાં ગ્રામજનો તેમજ મરનાર યુવકના પરિવારજનોએ જે પોલીસ કર્મીઓના કારણે યુવકનું મૃત્યુ નિપજ્યુ છે. તે બંને પોલીસ કર્મીઓ તો હાલ ગ્રામજનો સમક્ષ લાગ્યા પછી આ યુવકની લાશ બહાર કાઢવાની માંગ કરતા પોલીસ પણ વિમાસણમા મુકાઈ હતી ત્યારે આ ગ્રામજનો તે અન્ય ગ્રામજનો તેમજ અન્ય પોલીસ કર્મીઓ તેમજ સ્થાનિક પીએસઆઈએ બંને પોલીસ કર્મીઓ સામે પગલા લેવાની ખાત્રી આપતા વનરાજની લાશ કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!