દાહોદમાં 21 વર્ષીય લઘુમતી સમાજની પરણિતાને સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારતા પોલીસ મથકમાં રાવ…

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ

દાહોદમાં 21 વર્ષીય લઘુમતી સમાજની પરણિતાને સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારતા પોલીસ મથકમાં રાવ…

દાહોદ તા.૧૪

દાહોદ શહેરમાં રહેતી એક ૨૧ વર્ષીય લઘુમતિ કોમની પરણિતાને પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં આ સંબંધે પરણિતા દ્વારા દાહોદ મહિલા પોલીસ મથકે ન્યાયની ગુહાર માટે દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં જુનાવણકરવાસમાં રહેતી ૨૧ વર્ષીય રૂકૈયાબેન સુફીયાનભાઈ કુરેશીના લગ્ન દોઢેક વર્ષ અગાઉ સમાજના રિતી રિવાજ મુજબ તેમના વિસ્તારમાં રહેતાં સુફીયાનભાઈ રીજવાનભાઈ કુરેશીની સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી રૂકૈયાબેનને સારૂં રાખ્યાં બાદ પતિ તથા સાસરીયાઓનું પોત પ્રકાશ્યું હતું અને પતિ સુફીયાનભાઈ દ્વારા બેફામ ગાળો બોલી, મારે તને રાખવી નથી, તુમ મને ગમતી નથી, મારે બીજી પત્નિ લાવવાની છે તેમ કહી શારિસીક અને માનસીક ત્રાસ આપતો હતો અને મારઝુડ કરતો હતો તેની સાથે સાથે રૂકૈયાબેનના સાસરીપક્ષના રીજવાનભાઈ ઉસ્માનભાઈ કુરેશી, સાહીનભાઈ રીજવાનભાઈ કુરેશીનાઓ ખોટી ચઢામણી કરતાં હતાં અને મેણા ટોણા મારી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આ સંબંધે આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા રૂકૈયાબેન સુફીયાનભાઈ કુરેશીએ દાહોદ મહિલા પોલીસ મથકે પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————–

Share This Article