કલ્પેશ શાહ :- સિંગવડ આગામી લોકસભા ની ચુંટણી યોજાવાની તેને ધ્યાનમાં રાખી રણધીપુર પોલીસ દ્વારા પોલીસ કર્મીઓ તથા જી.આર.ડી જવાનો ને નોકરીનું સ્થળ આપવામાં આવ્યું
સીંગવડ તા. ૫
આગામી લોકસભાની ચૂંટણી 7 5 2024 ના રોજ યોજવાની હોય જ્યારે સરકારી તંત્ર કામે લાગી ગયો ત્યારે પોલીસ તંત્ર પણ કામે લાગી જતા લીમખેડા ડીવાયએસપી વ્યાસ ના માર્ગદર્શન થી રણધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જીબી રાઠવા તથા સ્ટાફ દ્વારા રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ જગ્યાએથી આવેલા પોલીસ કર્મીઓ તથા જી.આર.ડી જવાનો ને 7 5 2024 ના રોજ ચૂંટણી કામગીરીમાં જવાનું હોય તો તેમને ચૂંટણીની જગ્યાઓ ફાળવવામાં આવી હતી અને તે જગ્યાએ શાંતિપૂર્ણ મતદાન થાય અને કોઈ પણ પછી અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ કાળજી રાખવા જણાવવામાં આવ્યું હતું સાથે સાથે અમુક સંવેદનશીલ ચૂંટણી કેન્દ્ર પર સીઆરપીએફના જવાનો પણ રહેશે તેવી માહિતી આપવામાં આવી હતી