બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ફતેગડીની સગર્ભા મહિલાને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા ડીલેવરી કરાવવાની ફરજ પડી
સુખસર,તા.24
આજરોજ ફતેપુરા તાલુકાના ફતેગડી ગામના સ્થાનિક સગર્ભા મહિલાને સાંજના સમયે પ્રસુતિની પીડા ઉપડતાં 108 ની મદદ લેવામાં આવી હતી.ત્યારે નજીકની એમ્બ્યુલન્સ સુખસર 108 ની ટીમને સાંજના લગભગ 18:40 વાગે કૅસ મળતા 108 ના ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન લીલાબેન તાવિયાડ અને પાયલોટ રાજપાલસિહ ચૌહાણ નાઓ તાત્કાલિક ફતેગડી ગામે પહોંચ્યા હતા. સ્થળ ઉપર પહોંચી સગર્ભા મહિલાને તપાસતા જોયું કે પ્રસૂતિનો દુખાવો ખૂબ વધારે હતો.અને તાત્કાલિક ડિલિવરી કરાવવાની ફરજ પડે તેમ હતું.તેથી પ્રસૂતાની એમ્બ્યુલન્સ માંજ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી.108 કોલ કેન્ટર ના ERCP ફિજીસિયન Dr.Maheta Mem ના માર્ગદર્શનથી અને EMT લીલાબેન તાવિયાડ અને પાયલોટ રાજપાલસિહ ની સૂઝબૂઝથી સગર્ભા બહેનની એમ્બ્યુલન્સ માંજ બહુ કાળજી પૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવેલ હતી.અને નવજાત શિશુને જન્મ આપ્યો હતો. સારવાર આપતા આપતા સરકારી દવાખાના ફતેપુરા ખાતે લઈ ગયા હતા . હાલ માતા અને બાળક બંનેની તબિયત સ્થિર અને તંદુરસ્ત છે.ફતેપુરા સરકારી દવખાનાના ડોક્ટરને બધી તકલીફ જણાવી અને માતા અને બાળકને દાખલ કરીને ત્યાથી રવાના થયા હતા. આ રીતે 108 એમ્બ્યુલન્સની ટીમે એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.