ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં સર્જાયો ઘામખ્વાર અકસ્માત: લગ્નની ખરીદી કરી જતા વરરાજાને નડ્યો અકસ્માત બે ના મોત
સંતરામપુર તા. ૧૮
સંતરામપુર તાલુકાના દોટાવાડા ગામે પિકઅપ ડાલું અને બાઇક વચ્ચે ઘામખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પોહચી છે.
સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના નવી ગડી ફળિયાના રેહવાસી લાલભાઈના દીકરા મહેશભાઈના લગ્ન 25 એપ્રિલના રોજ હતા જેથી. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને ખરીદી ચાલી રહી હતી. આજે પોતાના ઘરે ખેડાપાથી મહેશભાઈ વરરાજા બાઇક પર સંતરામપુરમાં ખરીદી કરવા અર્થે કુટુંબીભાઈઓ સાથે સંતરામપુર કપડાં ખરીદવા અર્થે ગયા હતા.સંતરામપુરથી કપડાં ખરીદી કરી મહેશભાઈ અને તેમના કુટુંબી ભાઈઓ કમલેશભાઈ અને મહેશભાઈ પરત પોતાના ઘરે ખેડાપા આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં તેમને કાળ ભરખી ગયો છે. સંતરામપુરથી ખેડાપા જતા રસ્તામાં દોટાવાડા ગામ પાસે પીકઅપ ડાલા સાથે ઘમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં ઘટના સ્થળે જ કમલેશભાઈ અને શૈલેષભાઇના ઘટના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે જ્યારે જેના લગ્ન હતા તે મહેશભાઈ ને ડાબા પગે અને શરીરના અન્ય ભાગે ઇજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સંતરામપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ઘમખ્વાર અકસ્માત સર્જતાં ઘટના સ્થળે જ બે યુવાનોના મોત નિપજ્યા છે જ્યારે એક સપ્તાહમાં જેના લગ્ન હતા તે વરરાજાને પણ ગંભીર ઇજાઓ પોહચી છે. સમગ્ર બનાવ બનતા આખા ગામમાં શોખનો માહોલ સર્જાયો છે. હાલ બંને મૃતદેહોને સંતરામપુરની જનરલ હોસ્પિટલમાં પી એમ અર્થે ખસેડી પોલીસે આગળની વધુ કાર્યવાહી તાપસ હાથ ધરી છે જ્યારે.વરરાજની લુણાવાડા ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.