
ઝાલોદના ભાજપના કોર્પોરેટરની હત્યા કેસમાં ત્રણ વર્ષથી વોન્ટેડ ઇરફાન બીસ્તીને ઇન્દોરથી ઝડપી પાડતુ એટીએસ…
૨૭મીના સપ્ટેમ્બર,૨૦૨૦ના રોજ મોર્નિંગ વોક કરવા નિકળેલા હિરેન પટેલનું વાહનની અડફેટે મોત નિપજ્યુ હોવાની ઘટનાની તપાસમાં હાઇપ્રોફાઇલ હત્યાનો મામલો બહાર આવ્યો હતો..
દાહોદ જિલ્લાના અત્યંત સંવેદનશીલ અને હાઈ પ્રોફાઈલ કેસમાં મધ્યપ્રદેશના બે તથા ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડા અને અજય કલાલના નામો બહાર આવ્યા હતા.
હત્યા કેસમાં દાહોદના પૂર્વ સાંસદના પૂત્ર બાબુ કટારા તથા તત્કાલીન ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઇ અમિત કટારાની પણ કરી હતી ધરપકડ.
કોંગ્રેસના વગદાર સ્થાનીક આગેવાનની અંગત એવા ઝડપાયેલા ઝાલોદના અજય કલાલે સોપારી હોવાની હોવાની વિગતો બહાર આવી હતી..
દાહોદ તા.20
દાહોદ જિલ્લાના ઝાલોદના ભાજપાના કાઉન્સિલર તથા પૂર્વ ઉપપ્રમુખ હિરેન પટેલની હત્યાના બહુચર્ચીત મામલામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા ઇરફાન બીસ્તીની ગુજરાત અને મધ્યપ્રદેશ એટીએસએ ઇન્દોર ખાતેથી ધરપકડ કરી છે. તારીખ ૨૭મીના સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ મોર્નિંગ વોક કરવા નિકળેલા હિરેન પટેલનું વાહનની અડફેટે મોત નિપજ્યુ હતું. આ ચકચારી ઘટનામાં આયોજનપૂર્વક વાહન અકસ્માતના ડોળ હેઠળ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતાં પોલીસે હત્યારાઓની ધરપકડ શરૂ કરી હતી. અકસ્માત કરીને હત્યા કરનાર મુખ્ય આરોપી ગોધરાકાંડમાં પેરોલ બાદ વોન્ટેડ જાહેર થયેલા આરોપી ઇરફાન પાડાની સંડોવણી આવી હતી. કોંગ્રેસના વગદાર આગેવાનના અંગત એવા ઝાલોદના અજય કલાલે સોપારી આપી હોવાનું બહાર આવ્યુ હતુ. જેના પગલે જે તે દિવસે હિરેન પટેલના સમર્થકોએ તેના નિવાસસ્થાન તથા દુકાનમાં તોડફોડ કરી મૂકી હતી.
પોલીસે આ કિસ્સામાં સીસીટીવીના ફૂટેજની મદદથી સફેદ કલારની બોલેરો તેમજ મહેન્દ્ર પીક અપ ડાલાની વિગતો એકત્ર કરી હતી. જેના આધારે મધ્યપ્રદેશના ઉજ્જૈન જીલ્લાના મહેદપુર ગામેથી વાહન માલીકને શોધી કાઢ્યો હતો. તેની પૂછપરછમાં પોતાની બોલેરો ગાડી બનાવના દિવસ પહેલા અમદાવાદ ખાતે દવાખાનાની વર્ધીમા ડ્રાઇવર મહમ્મદ સમીર મહમ્મદ સહેજાદ મુજાવર રહે. મહેદપુર કેસરપુર (એમ.પી.)નાઓ લઇ ગયો હોવાનું બહાર આવ્યુ હતુ. જેના આધારે પોલીસે મહંમ્મદ સમીર મુજાવરને ઝડપી પાડી તેની પુછપરછમા સમગ્ર બનાવનો પર્દાફાશ થયો હતો.
અકસ્માત મોતની આ તપાસમાં આરોપીઓએ કાવતરૂ રચી સોપારી લઇ હિરેન પટેલને બોલેરો ગાડીથી ટક્કર મારી મોત નિપજાવી હત્યા કરી હોવાનું જાહેર થતાં પોલીસે આયોજનપૂર્વક હત્યા થઇ હોવાનો ગુનો દાખલ કરીને (૧) મહંમ્મદ સમીર મહમ્મદ સહેજાદ મુજાવર રહે. મહેદપુર કેસરપુર (એમ.પી.) (ર) સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ રહે. શેખાખેડી તા.મહેદપુર (એમ.પી.) (૩) ઇરફાનભાઇ સીરાજભાઇ પાડા રહે. ગોધરા (૪) અજય હિંમત કલાલ રહે.ઝાલોદની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેઓની પાસેથી ગુનામા રેકી કરવામા ઉપયોગમા લીધેલ વાહન (૧) બોલેરો ગાડી નં.એમ.પી.૦૯ સી.કે. ૪૯૮૧ (૨) ફોર્ડ ફીગો ગાડી નં-જી.જે. ૦૬ એફ.કે. ૪૫૬૮ અને (૩) મોબાઇલ ફોનો નંગ-૬ પણ કબજે લીધા હતા. આ ઉપરાંત હત્યા કેસમાં દાહોદના પૂર્વ સાંસદના પૂત્ર બાબુ કટારા તથા તત્કાલીન ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઇ અમિત કટારાની પણ કરી ધરપકડ કરી હતી. બાદમાં હરિયાણાથી ઇમરાન ઉર્ફે ઇમું ડાંડ હરિયાણાથી ઝડપાયો હતો.
આ બહુચર્ચીત કિસ્સામાં વોન્ટેડ આરોપી મોહમ્મદ ઇરફાન ઉર્ફે ઇરફાન બીસ્તી મોહમ્મદ યાકુબ (રહે. મહીદપુર. ઉજ્જૈન, મધ્યપ્રદેશ)ની શોધખોળ શરૂ કરી હતી. આ હાઇપ્રોફાઇલ કેસની ગુજરાત એટીએસ તપાસ કરતી હતી. ઇરફાન બીસ્તી હાલમાં ઇન્દૌરમાં છુપાઇને રહેતો હોવાની વિગતો મળી આવતાં ગુજરાત એટીએસના સીનીયર અધિકારીઓએ મધ્યપ્રદેશ એટીએસ સાથે વિગતો શેર કરી હતી. જેમાં ઇરફાન બીસ્તી(ઉ. ૩૪) ની અટકાયત કરીને ગુજરાત એટીએસ ખાતે લાવીને પુછપરછ કરતાં તેણે હિરેન પટેલની હત્યાના ગુનામાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી.હિરેન પટેલની તારીખ ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ જીપ વડે ટક્કર મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ઇમરાન ઉર્ફે ઇમું ડાંડને ડિસેમ્બર ૨૦૨૦મં ગુજરાત એટીએસ દ્વારા હરિયાણાના મેવાત જિલ્લા ખાતે પકડી પાડ્યો હતો. પકડાયેલા ઇરફાન બીસ્તીએ તેના સહઆરોપીઓ મોહમદ સમીર મુજાવર, સજ્જનસીંગ ચૌહાણ તથા અન્યોની સાથે મળીને હત્યાના કાવતરાને અંજામ આપ્યો હતો. બનાવના દિવસે અન્ય આરોપીઓની સાથે ઇન્દૌરથી ઝાલોદ આવ્યો હતો. ત્યારબાદ પૂર્વઆયોજીત રીતે બનાવને અંજામ આપ્યો હતો. ઇરફાન બીસ્તીનું એફઆઇઆરમાં નામ હોવાથી તે સપ્ટેમ્બર ૨૦૨૦થી ફરાર થઇ ગયો હતો. તેણે મધ્યપ્રદેશ ખાતે પોતાનું ગામ મહીદપુર છોડી દઇને ઇંન્દૌર ખાતે છૂપાઇને રહેતો હતો. ઇરફાન બીસ્તીનાની અટકાયત કરીને એટીએસ દ્વારા ઝાલોદ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
આખી ઘટનાને પાર પાડવા માટે અડધા કરોડની સોપારીનો કોન્ટ્રાક્ટ થયો હતો.
*રાજકીય અદાવતે કોર્પોરેટર હિરેન પટેલની હત્યા થઈ હતી.*
ઝાલોદ તા. ૨૦
ઝાલોદ ખાતેના હીટ એન્ડ રનના બનાવમાં હત્યાનો ઘટસ્ફોટ થયા બાદ અનેક થીયરીઓ બહાર આવી હતી. હત્યા પાછળ રાજકીય હુંસાતુસી કે ધંધાકીય અદાવત કે સરકારના કોન્ટ્રાક્ટના કામો મેળવવાની માથાકૂટ સહિતની અનેક થીયરીઓ પર પોલીસ ઘનિષ્ઠ તપાસ ચલાવી હતી. આ ઘટનામાં અડધા કરોડ કરતાં પણ વધુ રકમની સોપારી આપવાનો કોન્ટ્રાક્ટ થયો હોવાનું બહાર આવ્યુ હતુ.જેના પ્રથમ હપ્તે ચુકવાયેલ રકમમાં ઝાલોદના અજય કલાલે ગોધરા કાંડના સજા ભોગવી રહેલા પણ જે તે સમયે પેરોલ ફ્લોની જમ્પ કરી છેલ્લા એક વર્ષથી નાસતા ફરતાં ઈરફાન પાડાને ચાર લાખ રૂપીયા આપ્યા હતા. તેમાંથી આ ઈરફાન પાડાએ ફોર્ડ ફિગો ખરીદી હતી. તેને દાહોદ રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં મુકી તેના સાગરીતો સાથે બોલેરોમાં ઝાલોદ ખાતે ગયો હતો. હત્યાને અંજામ આપી આ ઈરફાન પરત દાહોદ આવી તેની ફોર્ડ ફીગો ફરાર થઈ ગયો હતો.
પત્નીએ સત્તા ગુમાવતાં અમિત કટારાએ અજય કલાલ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડયું હતું.
નગરપાલિકામાંથી સત્તા સીનવાઈ જતા અમિત કટારાએ હિરેન પટેલની હત્યા કરાવી હતી..
પોલીસના જણાવ્યા અનુસાર, ૨૦૨૦માં ઝાલોદ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા હતી, અમિત કટારાની પત્ની કિંજલ તેના પ્રમુખ હતા. ૨૬મી ઓગસ્ટે ચૂંટણી યોજાવાની હતી તે પહેલા હિરેન પટેલે કોંગ્રેસના કાઉન્સિલરોને પોતાની સાથે જોડાયા હતા.અને ચૂંટણી પહેલા જ હિરેન પ્રવાસે નીકળી ગયા હતા. યોજના મુજબ કોંગ્રેસના કાઉન્સિલરોએ પક્ષ વિરુદ્ધ કામ કરી સોનલબેનને પાલિકાના અધ્યક્ષ બનાવ્યા હતા.જ્યારે અપક્ષ મહિલા કાઉન્સિલરને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.કોંગ્રેસના કાઉન્સિલરોના પક્ષપલટાના કારણે નગરપાલિકામાં ભાજપ સત્તા પર આવ્યું, જે અમિત કટારા સહન કરી શક્યા નહીં અને તેથી અમિતે અજય કલાલ સાથે મળીને પટેલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું