કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશ ખાલીમાં હિન્દુ મહિલાઓ પર થયેલા અત્યાચાર બળાત્કાર મુદ્દે દાહોદ કલેક્ટરને આવેદન..
દાહોદ તા.07
સિંગવડમાં સામાજિક સમરસતા મંચ દ્વારા આજરોજ 7 3 2024 ના રોજ 1.30 કલાકે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ ઉપર અમાનવીય અત્યાચારો અને હિંસા નો મોટા પાયે ષડયંત્ર સામે આવ્યું છે તેમને વખોડતા અને પીડિતોને ન્યાય અને કાવતરા ખોરો ને સખત સજા કરવામાં આવે તેની માંગ કરતું આવેદનપત્ર આજરોજ સામાજિક સમરસતા મંચ દાહોદ દ્વારા દાહોદ કલેકટરને આપવામાં આવ્યું જ્યારે સંદેશ ખાલી છેલ્લે ઘણા સમયથી સત્તાના જોરે હિન્દુ મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે સંદેશ ખાલીમાં પાર્ટી મીટીંગના બહાને ઓફિસોમાં મોડી રાત્રે સ્થાનિક મહિલાઓને જોર જબરજસ્તીથી બોલવામાં આવતી હતી જે મહિલા આવવાનું ના પાડે તેના પતિને મારવાની ધમકી આપવામાં આવતી મહિલાઓ પાર્ટીઓ ઓફિસમાં જતી ત્યારે તેનું શારીરિક શોષણ કરવામાં આવતું તેમની સાથે સામૂહિક બળાત્કાર થયા હતા સત્તાના જોરે ગુંડાઓ એ સ્થાનિક એસી એસટી ગરીબો નું આર્થિક તેમજ શારીરિક શોષણ કર્યું છે સ્થાનિક ગુંડાઓ સત્તાના જોર પર જમીનનો બળજબરીથી પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે વર્ષમાં બે વાર ડાંગર નો પાક લેવાતો હતો ગુંડાઓએ તે ખેતરોમાં દરિયાનું પાણી છોડીને નકામી બનાવી દેતા સંદેશ ખાલીમાં ગરીબ દલિત અને વંચિત હિંદુઓની જમીન પડાવી લેવામાં આવી છે 50 કરતાં વધુ દિવસો થવા છતાં આરોપીઓની ધરપકડ કરવામાં થઈ રહેલા વિલંબ અને પકડાયેલા આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છે તે નિંદનીય છે ઉપરોક્ત ઘુણાસપદ ઘટનાની તટસ્થ તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પીડિત હિન્દુ મહિલાઓને તથા સત્તાના જોરે ગુંડાઓએ હવે પાડેલ હોવાના આક્ષેપો પણ કર્યા હતા.