મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી icds ખાતે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને નારી સંમેલનનો કાર્યક્રમ યોજાયો.
181 ટીમ દ્વારા મહિલાઓને છેડછાડ મારપીટ અત્યાચાર સહિતની માહિતી આપી.
નારી સંમેલનમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ ગરબો રજૂ કરાયો.
કાર્યકર બહેનો ને સન્માન પત્ર તેમજ કિશોરીઓને ઇનામ વિતરણ કરાયુ.
સંજેલી તા.24
સંજેલી તાલુકાના સંકલિત બાળ વિકાસ કચેરી ખાતે ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા ની અધ્યક્ષ સ્થાને નારી સંમેલનનો કાર્યક્રમ યોજાયો. મહિલાઓના સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ મહિલાઓના હકોની જાણકારી માટે સંજેલી સંકલિત બાળ વિકાસ કચેરી ખાતે નારી સંમેલન યોજાયું હતું જેમાં સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાઓને આપવામાં આવતી સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 181 ટીમ દ્વારા મહિલાઓને ચેડછાડ, મારપીટ,અત્યાચાર સહિતની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી તેમજ મહિલા અદાલત દ્વારા મહિલાઓને વિવિધ વિચાર વિશેની માહિતગાર કરવામાં આવ્યા હતા.મહિલા અભિગમ, નારી અદાલત, વાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપ યોજના, સખી વન સ્ટોપ સેન્ટર સહિતની વિવિધ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ધારાસભ્ય રમેશ કટારા દ્વારા આ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું અને મહાનુભવોને હસ્તે કિશોરીઓને તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ને સન્માન પત્ર તેમજ ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો મહિલા અને બાળ વિકાસ તેમજ યુવા પ્રવૃત્તિના ચેરમેન, તાલુકા પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા મહિલા મંત્રી, CDPO, સુપરવાઇઝર બહેનો,ચેરમેન સહિત તાલુકા પંચાયતના સભ્યો સરપંચો મહિલા બાળ અધિકારી કચેરીના કર્મચારીઓ અને આઇસીડીએસ શાખાના કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.