દેવગઢ બારીયાના પ્રાથમિક શિક્ષકો ગાંધીનગર ખાતે ઓ .પી .એસ. ધરણામાં જોડાયા
દાહોદ તા. ૨૩
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકાર પાસે વિવિધ માગણીઓ જેવી કે સંપૂર્ણપણે જૂની પેન્શન યોજના, ગત આંદોલન વખતમાં બાકી પરિપત્રો કરવા, ફિક્સ પે સંપૂર્ણ નાબૂદ કરવા તથા અન્ય પ્રશ્નોને લઈ તા 23- 2- 2024 ના રોજ ગાંધીનગર ખાતે કર્મચારી મહામંડળે એક દિવસીય ધરણાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તેના અનુસંધાને આખા ગુજરાત રાજ્ય, દાહોદ જિલ્લો અને તેમાં દેવગઢ બારીયામાંથી100જેટલાં પ્રાથમિક શિક્ષકો જોડાયા હતા.
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના અધ્યક્ષ દિગુભા જાડેજાએ ઓપીએસ લઈને જ રહીશું એવો હુંકાર કર્યો હતો. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખશ્રી સતિષભાઈ પટેલે પણ આંદોલન વખતના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવે એવી માગણી કરી હતી.દેવગઢબારિયા માંથી સ્વખર્ચે ધરણામાં જોડાયેલ સૌ શિક્ષક મિત્રોનો પ્રમુખશ્રી બુધાભાઈ, મહામંત્રી શ્રી દિનેશભાઈ અને ખજાનચી મહેશભાઈએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.