સિંગવડની દાસા પ્રાથમિક શાળાના પોલીસ મથકની મુલાકાત લઈ પોલીસની કામગીરીથી માહિતગાર કરાયા..
સીંગવડ તા. ૨૦
સિંગવડ તાલુકાની દાસા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ દ્વારા રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે 20 2 24 ના રોજ આવીને રણધીપુર પોલીસ સ્ટેશનના તમામ રૂમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દરેક રૂમો તથા ટેબલો ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જ્યારે રણધીપુર ટ્રાફિક પોલીસના જમાદાર બાબુભાઈ દ્વારા ટ્રાફિકના લગતા તમામ નિયમો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જ્યારે તમામ હથિયારો વિશે પણ માહિતી આપવી હતી જ્યારે 181 મહિલા હેલ્પલાઇન વિશે પણ માહિતી આપવામાં આવી હતી તથા બીજા પોલીસ સ્ટેશનને લગતી ઘણી વિગતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ત્યાર પછી દાસા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શાળાએ જવા રવાના થયા હતા.