સિંગવડ-પીપલોદ વચ્ચે બસોની અપૂરતી સુવિધાના લીધે મુસાફરો તથા વિદ્યાર્થીઓની ખાનગી ગાડીઓમાં જોખમી મુસાફરી..         

Editor Dahod Live
2 Min Read

સિંગવડ-પીપલોદ વચ્ચે બસોની અપૂરતી સુવિધાના લીધે મુસાફરો તથા વિદ્યાર્થીઓની ખાનગી ગાડીઓમાં જોખમી મુસાફરી..         

સીંગવડ તા. ૨૦ 

 પીપલોદ થી સિંગવડ આવવા બસોની સુવિધા પૂરતી નહીં હોવાના લીધે મુસાફરોને તથા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનોમાં બેસવા મજબૂર થવું પડે છે.                              

પીપલોદ થી સિંગવડ આવવા માટે બસોની સુવિધા પૂરતા પ્રમાણમાં નહીં હોવાના લીધે મુસાફરો તથા વિદ્યાર્થીને કલાકો સુધી બેસી રહેવું પડતું હોય છે જ્યારે મુસાફરો તથા વિદ્યાર્થીઓ બસો નહીં હોવાના લીધે પ્રાઇવેટ વાહનોમાં બેસવા અથવા ઉભા રહેવા મજબૂત થવું પડે છે જ્યારે પીપલોદ થી સિંગવડ  પ્રાઇવેટ વાહનો ચાલતા હોય છે જેથી આ વાહનોમાં બેસવાની કેપીસીટી 15 થી 20 જણાની હોય છે પરંતુ આ પ્રાઇવેટ વાહનોની કેપેસિટી કરતા પણ ઘણા વધારે પેસેન્જર બેસાડવામાં આવતા હોવાથી વાહનોની આજુબાજુ તથા ઉપર પેસેન્જર બેસાડવામાં આવતા હોય છે તેના લીધે એકસીડન્ટ થવાનો ભય રહેતો હોય છે જો કોઈ પણ પેસેન્જર વાહનની આજુબાજુ ટગાઈ ને આવતા જતા હોય અને તે સમયે પેસેન્જર ટંગાયેલો પડે તો સામેથી કે પાછળથી આવતા વાહનોનો શિકાર બની શકે તેમ છે જ્યારે આ પ્રાઇવેટ વાહનો દ્વારા તેની કેપીસીટી કરતા વધારે મુસાફરો બેસાડવાના લીધે એકસીડન્ટ થવાનો ભય રહે છે જ્યારે પીપલોદ થી સિંગવડ પર બસો ની સુવિધા વધારવામાં આવે તો મુસાફરો પ્રાઇવેટ વાહનો ઉપયોગ ઓછો કરે અને એક્સિડન્ટ થવાનો ભય પણ ઓછો રહે તેમ છે જ્યારે આ પ્રાઇવેટ વાહનો વાળા તેની પ્રાઇવેટ વાહનોમાં વધારે પડતા મુસાફરો બેસાડતા હોય છે માટે આ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને નવી બસો ચાલુ કરવામાં આવે જેથી મુસાફરો તથા વિદ્યાર્થીઓ  લાભ લઈ શકે અને પ્રાઇવેટ વાહનોનો ઓછો લાભ લે તેવી મુસાફરોની તથા પેસેન્જરની માંગ છે.

Share This Article