રાજેશ વસાવે :- દાહોદ
બિલવાણી ગામે સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો પંચમ(પાચમો)દિવસ
પંચમ દિવસે 1000 જેટલી કુવારીકાઓ નુ પુજન કરવામા આવ્યુ
1008 લલીતા સહસ્ત્ર નામાવાલી તેમજ અસ્ટોત્તર ની આહુતિ આપવામા આવી
દાહોદ તા. ૨૦
ઝાલોદ તાલુકા ના બિલવાણી ગામે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ નો આજે પંચમ(પાંચમા) દિવસે સવારથી પુજા શરૂ કરવામા આવી હતી .તેમજ પાંચમા દિવસે ખાસ 1008 જેટલી કુવારીકાઓ નુ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મુખ્ય યજમાન મુકેશભાઈ ખચ્ચર સહીત મુખ્ય પંડીત શ્રી પ્રવિણજી પુરોહીત દ્વારા કુંવારીકાઓ ને કુમકુમ તિલક કરી ફુલ થઈ પુજન કરવામા આવ્યુ હતુ.તેમજ ખાસ પાંચમા દિવસે મા ભગવતી ના 1000 નામ છે.
જે નામો થી મા ભગવતી ને પ્રસન્ન કરવા માટે લલીતા સહસ્ત્ર નામાવલી નુ હવન કરવામા આવ્યુ .જેમા ખાસ નાગરવેલ ના પાન ,માલફુઆ, સાકલ્ય સહીત ની મહાઆહુતી આપવામા આવી.વિશેષ કરીને લલીતા સહસ્ત્ર નામાવલી મા ભગવતી નુ એક નામ આવે છે.જે નામ ઈચ્છાશકિત, જ્ઞાનશકિત, ક્રીયા શકિત, સ્વર્પીન્ય્ય નમ:આ નામ મા મા ભગવતી બધા ની મનોકામના પુર્ણ કરે છે.આજ કારણ થી આજે સહસ્ત્રચંડી મહાયજ્ઞ મા 1008 લલીતા સહસ્ત્ર નામાવાલી ની વિશેષ આહુતિ આપવામા આવી.તેમજ આજે પંચમ દિવસે પણ સહસ્ત્રચંડી મહાયજ્ઞ મા ખાસ સગ્રહમખ શ્રી દુર્ગા સપ્તશતી પાઠ દ્વારા હવન કરવામા આવ્યુ
મા ભગવતી ને પ્રસન્ન કરવામા વિશેષ પ્રકારે બનાવેલ ખીરાન (ખીર) અને હલવા અને અલગ અલગ ફળ ની મહાઆહુતી આપવામા આવી હતી.તેમજ આજે કન્યાપુજન કરતા ભકિત નો માહોલ સર્જાયો.તેમજ આજે પંચમ દીને દાહોદ ના ધારાસભ્ય કનૈયાલાલ કીશોરી એ પણ લાભ લીધો હતો