
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
વડોદરા હોડીકાંડમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે
સંજેલીમાં આપ પાર્ટી દ્વારા બે મિનિટ મોન ધારણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી.
બોટમાં ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાના આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો.
સંજેલી તા.19
સંજેલી નગરમાં જુના બસ સ્ટેન્ડ ખાતે aap પાર્ટી દ્વારા વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓની ભરેલી બોટ પલટતા માસુમ વિદ્યાર્થીઓના મોત ને લઈ આમ આદમી પાર્ટી દ્વારા બે મિનિટ મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી.
વડોદરા હરણી તળાવમાં પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓની બોટ પલટી ગઈ હોવાથી દુર્ઘટના બની હતી જેમાં 13 જેટલા બાળકો અને બે શિક્ષિકો મોત નીપજ્યું હતા પ્રાથમિક માહિતી પ્રમાણે આ બોર્ડમાં કુલ 27 જેટલા વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો સવાર હતા વિદ્યાર્થીઓ પાસે લાઈફ જેકેટ પહેર્યા વગર જ બોટમાં બેસાડવામાં આવ્યા હતા આ ઘટનાને લઇ સંજેલી આમ આદમી પાર્ટી દ્વારા આ દુર્ઘટનાને લઇ હૃદય પૂર્વક આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી બે મિનિટ મોન ધારણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.