કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના મોટા આંબલીયા ગામના વિકાસ માટે સાંસદનો સહકાર માંગતા ગ્રામજનો…
સીંગવડ તા. ૯
દાહોદ જિલ્લાનાં સીગવડ તાલુકાના મોટા આંબલીયા ગામને વિકાસના કામોમાં પૂરતો સહયોગ આપવા આજે સાસદ જશવંતસિંહ ભાભોરને મોટા આંબલીયા ગ્રામજનો સાંસદના નિવાસ્થાને દાસા ગામે મળી ગામના વિકાસ માટેના માળખાકીય કામો જેવાકે,નવા રસ્તાના બનાવવા,ખંડેર થયેલ આંગણવાડી નવી બનાવવા, મોબાઈલ ટાવર જલ્દી કાર્યરત કરવું, બેંક અથવા નવી સબ પોસ્ટ ઓફિસ શરૂ કરવા, મોટા આંબલીયા-મેથાણ ઘાટીના જર્જરીત પીકઅપ બસ સ્ટેશન નવા બનાવવા, ગામમાં
p H.c કે C.H.C બનાવવા અને પશુ દવાખાનુ બનાવવા, યુવાનો માટે પુસ્તકાલય અને દાહોદ જિલ્લા મથકે તથા અમદાવાદ જવા માટે સીધી બસ સુવિધા ઉપલબ્ધ શરૂ કરવા સાંસદ જશવંતસિંહ ભાભોર સાથે ચર્ચા-પરામરશ કરવામાં આવી હતી.
ચર્ચા દરમિયાન રજૂઆત કરવામાં આવેલ પ્રશ્નો જનસમૂહને અસર કરતાં સંવેદનશીલ અને લાંબા સમયથી રજૂઆત કરવાના અભાવે પડતર પડેલા પ્રશ્નોની જલ્દી થી નિરાકરણ લાવવામાં આવશે તેવી હૈયાધારણા અને ખાતરી ઉપસ્થિત રહેલા ગ્રામજનોને સાંસદ દ્વારા આપવામાં આવી હતી.