Wednesday, 04/12/2024
Dark Mode

સિંગવડમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ રેતીના ડમ્પરને પકડી પાડતા ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપાયો..                 

January 9, 2024
        2790
સિંગવડમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ રેતીના ડમ્પરને પકડી પાડતા ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપાયો..                 

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ રેતીના ડમ્પરને પકડી પાડતા ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપાયો..                 

સીંગવડ તા. ૯

સિંગવડ ખાતે રેતીની ગાડીઓ ઓવર લોડિંગ જતી હોય જ્યારે ઘણી વખત તો રેતીની ગાડીઓ પરમિટ વગર પણ જતી હોય છે. અને ઉપર રેતી પર ઢાંક્યા વગર પણ જતું હોવાના લીધે સરકારી તંત્ર લાલ આંખ કરતી હોય છે. જ્યારે પરમીટ વગરની રેતી લઈ જતા સરકારી તંત્રને ઘણું નુકસાન જતું હોય તેના ધ્યાનમાં રાખીને સિંગવડ ખાતે 04.01.2024 ના રોજ એક 40 ટન ભરેલી રેતી રોયલ્ટી વગરનો ડમ્પર Gj-20-X-4927 આવ્યું હતું. તે સમયે આ રેતીના ડમ્પર પાછળ ખાણ ખનીજ વિભાગના અધિકારી આવી જતા ડમ્પરમાં રોયલ્ટીનું પરમિટ તપાસ કરતા નહીં હોવાના લીધે તેને રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યું હતું.જ્યારે આ સીઝ કરેલા ડમ્પરને ખાન ખનીજ વિભાગ દ્વારા દંડની રકમ 3,016,000 8- 1 -2024 ના રોજ ભરવામાં આવતા તેને  8.01.2024 ના રોજ રણધીપુર પોલીસ સ્ટેશનમા દંડના રકમની  પાવતી આપતા રણધીપુર પોલીસ દ્વારા છોડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!