રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના બાવકા ગામે દીપડાના હુમલામા ખેતરમા કામ કરતો વ્યક્તિ ઈજાગ્રસ્ત,સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા..
દાહોદ તા.02
દાહોદ તાલુકાના બાવકા ગામે ખેતીકામ કરતા શખ્સ પર ઝાડી ઝાખરામા સંતાયેલા દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ દાખલ કરવામા આવ્યા છે.
દાહોદ તાલુકાના બાવકા ગામના ગામતળ ફળિયામા રહેતા 50 વર્ષીય નળવાયા દિનેશભાઈ નેવાભાઈ જે પોતાના ખેતરમા કામ કરવા અને ખેતી પાક જોવા ગયા હતા, તે દરમ્યાન અચાનક ઝાડી ઝાંખરા માંથી દીપડાએ દોડ લગાવી દિનેશભાઇ પર હિસંક હુમલો કર્યો હતો. દીપડાએ હુમલો કરતા દિનેશભાઇને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, દિનેશભાઈએ બૂમાબૂમ કરતા દીપડો ભાગી ગયો હતો, ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી, અને દીપડાના હુમલામા ઈજાગ્રસ્ત દિનેશભાઈને સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લવાયા હતા, જ્યા હાજર તબીબોએ તેઓની તાત્કાલિક સારવાર હાથ ધરી હતી.