
યાસીન ભાભોર ફતેપુરા
કરોડિયા પૂર્વમાં સરપંચે કરેલા વિકાસના કામોની RTI અંતર્ગત માહિતી માંગતા ચકચાર…
ફતેપુરા તા. ૮
ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ દ્વારા કરાયેલા 14 માં અને 15 માં નાણાપંચના વિકાસના કામોની કરોડિયા પૂર્વ ગામના જાગૃત નાગરિકે RTI અંતર્ગત માહિતી મંગાતા ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામના જાગૃત નાગરિક લક્ષ્મણ ઘના ચરપોટે ફતેપુરા તાલુકાની કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ દ્વારા તેઓની સરપંચ તરીકેની નિમણૂક થઈ ત્યાંથી લઈને આજ દિન સુધી કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં 14માં નાણાપંચ અને 15 માં નાણાપંચના કરાયેલા તમામ વિકાસના કામોની RTI અંતર્ગત માહિતી માંગી છે.જેને પગલે ફતેપુરા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.