મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી સ્માર્ટ પોલીસ મથકે દશેરાનાં દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.
સંજેલી PSI રાણા કોસ્ટેબલ કૈલેભાઈ, ભરતભાઈ, શૈલેષભાઇ સહિત ના સ્ટાફ હાજર રહી પૂજા અર્ચના કરી.
પ્રતિનિધિ સંજેલી
સંજેલી ખાતે આવેલા સ્માર્ટ પોલીસ મથકમાં આજે દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનો મહિમા હોય PSI રાણા સાહેબ પોલીસ કોન્સ્ટેબલ કૈલેભાઈ,
ભરતભાઈ, શૈલેષભાઇ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ઉપસ્થિત રહી પોતાના ઉપયોગમાં લેવાતા હથિયારની શસ્ત્રપૂજા કરવામાં આવી હતી. સંજેલી સ્માર્ટ પોલીસ મથકે આજે વિજયા દશમીના પવિત્ર દિવસે શસ્ત્ર પૂજાનો મહિમા હોય પોલીસ મથકે ઉપયોગમાં લેવાતા રિવોલ્વર ગન બંદૂક સહિતના હથિયારો એક સાથે ગોઠવી PSI રાણા સાહેબ હેડ કોન્સ્ટેબલ કૈલેભાઈ, ભરતભાઈ, શૈલેષભાઇ સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહી સંજેલી સ્માર્ટ પોલીસ મથકે ઉપયોગમાં લેવાતા રાઈફલ બંદૂક રિવૉલ્વર સહિત હથિયારોને નાડાછડી બાંધી કંકુ તિલક કરી મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી.