દાહોદ LCB પોલીસે ગુલબાર સિમોડા ચોકડીથી એક ઈસમને વિદેશી દારૂ સાથે ઝડપી જેલભેગો કર્યો..
દાહોદ તા. ૨૦
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં વિદેશી દારૂને નેસ્ત નાબુદ કરવા તેમજ આ સામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે તેમજ પ્રોહી બુટલેગરોને પકડી પાડી જેલ સળિયા પાછળ ધકેલી દેવામાટે દાહોદ જિલ્લા એસ.પી રાજદીપસિંહ ઝાલા નાં માર્ગદર્શન હેઠળ દાહોદ પોલીસ ક્યાંક ને ક્યાંક એક્શનમાં જોવા મળી રહી જેમાં દાહોદ એલ.સી.બી ની ટીમના પી.એસ.આઇ એમ.એલ ડામોર તથા પોલીસ સબ ઇસ્પેક્ટર જે. બી ધનેસા દાહોદ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન એલસીબી ને મળેલી બાતમીના આધારે ગરબાડા તાલુકાના જાંબુઆ ગામ ખાતે ગુલબાર સિંબોડા ત્રણ રસ્તા ઉપર બોલેરો ગાડીમાં ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ ભરીને ગરબાડા તરફ જનાર છે જે બાતમીના આધારે એલ.સી. બી ટીમે વોચ ગોઠવી બોલેરો ગાડીને ઝડપી પાડી તેના અંદરથી ભારતીય બનાવટની ઇંગલિશ બિયરની બોટલો નંગ 216 જેની કિંમત રૂપિયા 25,920 તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ બોલેરો ગાડી જેને કિંમત રૂપિયા પાંચ લાખ હતા મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા 10,000 મળે કુલ રૂપિયા 5,35,920 ના મુદ્દા માલ સાથે કાનજીભાઈ ઉદયસિંહભાઈ મચ્છર MP નાં કુંદનપુરના આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.