દાહોદમાં ટીનેજર્સ માટે લાલબત્તી સમાન કિસ્સો:એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે માનવ તસ્કરીનો પર્દાફાશ કર્યો.
રેલવેમાં હોકર્સ તરીકે કામ કરતા પરિણીત યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યા બાદ 1 લાખમાં સોદો કર્યો…
દાહોદ એસપીએ જુની મિસિંગ ફાઈલોની ધૂળ ખંખેરતા સમગ્ર મામલો પોલીસની ટીમોએ ઉકેલી નાખ્યો..
પ્રેમીએ રાજસ્થાનના વ્યક્તિને સગીરાના ભાઈ તરીકે ઓળખ આપી સોદેબાજી કરી બન્ને ઈસમોએ પૈસા વહેંચ્યા…
સગીરાને ભગાડી જનાર પ્રેમી, દલાલ અને ખરીદનાર ત્રણેયની ધરપકડ..
દાહોદ તા.17
દાહોદમાં ટીનેજર્સ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.જેમાં પરેલ ધોબી ઘાટ માં રહેતા અને રેલવેમાં હોંકર્સ(ફેરિયા)તરીકે કામ કરતા પરણિત યુવકે એક 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ભગાડી લઈ ગયા ઉત્તર ભારતના જુદા જુદા વિસ્તારોમાં ફેરવ્યા બાદ તેની સાથે કામ કરતા અન્ય ફેરિયાના રાજસ્થાનના ઝાલાવાડના સબંધી જોડે લગ્ન કરાવવા સગીરાનું એક લાખમાં સોદેબાજી કરી છેલ્લે 75 હજારમાં શોધો નક્કી થયા બાદ છોકરીને ઝાલાવાડના 35 વર્ષીય યુવકને વેચી મળેલા પૈસા નો બંને સરખા ભાગે વેચી લીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે દોઢ વર્ષ જુના આ કેસમાં એલસીબી એસઓજી પેરોલ ફરલો, તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ટેકનીકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી સમગ્ર માનવ તસ્કરીના પ્રકરણનો પર્દાફાસ કરી સગીરાને ભગાડી જનાર પ્રેમી,સોદેબાજીમાં દલાલી કરનાર તેના મિત્ર તેમજ સગીરાને ખરીદનાર રાજસ્થાનના ઝાલાવાડના ઈસમ સહિત ત્રણેયની ધરપકડ કરી તેઓની વિરુદ્ધ અપહરણ, પોસ્કો,હ્યુમન ટ્રાફિકિંગ, સહિતનો ગુનો દાખલ કરી સગીરાનુ મેડિકલ પરીક્ષણ આવ્યા બાદ જો તેની સાથે દુષ્કર્મ આચર્યો હશે તો તે અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવાની તજવીજ હાથ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના પટેલ વિસ્તારમાં આવેલા ધોબીઘાટ ખાતે રેલવે ક્વાટર્સમાં રહેતા અને રેલવેમાં ફેરીયા તરીકે કામ કરતા રાજા ઉર્ફે હસમુખલાલ હંસરાજ બોરાસી નામક પરણિત યુવક દોઢ વર્ષ અગાઉ છકડો ચલાવતો હતો.તે દરમિયાન રાજાએ દાહોદમાં રહેતી એક 17 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી સગીરાને અપહરણ કર્યા બાદ દિલ્હી, નૈનીતાલ, ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડના જુદા-જુદા શહેરોમાં ફેરવવા લઈ ગયો હતો.
સગીરાને અપહરણ કર્યા બાદ જુદા-જુદા શહેરોમાં ફેરવ્યા બાદ પરણીત હોવાથી સગીરાને વેચી મારવાનું પ્લાન ઘડ્યું.
ભૂતકાળમાં રેલવેમાં ફિરિયા તરીકે કામ કરતો હોવાથી ઉપરોક્ત વિસ્તારોથી વાકેફ હતો. આ દરમિયાન પોતે પરણીત હોવાથી ભગાડીને લઈ આવેલી સગીરાને ક્યાં લઈ જવી તે અંગે વિચારો ચાલી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેની મુલાકાત રેલવેમાં ફેરીયા તરીકે કામ કરતા બાલચંદ નારાયણદાસ બેરાગી રહે. દેવીઘાટ પીપળીયા કોલમી તા. જીરાપુર જિલ્લા રાજગઢ એમપી સાથે થઈ હતી. તે દરમિયાન રાજા ઉર્ફે હસમુખલાલ બેરાસીએ તેના સાથી બાલચંદ બેરાગીને ઉપરોક્ત સગીરાને વેચી નાખવાનું જણાવ્યું હતું. જે બાદ સગીરાને તેના સંબંધી અને લાંબા સમયથી અવિવાહિક તરીકે જીવન ગુજારતા 35 વર્ષીય જ્ઞાનચંદ રાધેશ્યામ બેરાગી.(રહે. આમઝર ખુર્દ,મોરી ઝાલાવાડ રાજસ્થાન) જોડે લગ્ન કરાવી દેવા વાતચીત કરી હતી અને ત્યારબાદ ઉપરોક્ત રાજા ઉર્ફે હસમુખલાલ બોરાસી 17 વર્ષીય સગીરાને સાથે રાખી તેના મિત્ર બાલચંદ બેરાગીને લઇ જ્ઞાનચંદ બેરાગીના ઘરે રાજસ્થાન પહોંચ્યો હતો.
સગીરાના પ્રેમીએ મિત્રના સબંધીને સગીરાના ભાઈ તરીકે ઓળખ આપી સોદેબાજી કરી રકમ બન્નેમાં વહેંચી લીધી..
સગીરાના પ્રેમી કહેવાતા રાજાએ બાલચંદના સંબંધી જ્ઞાનચંદને સગીરાના ભાઈ તરીકે ઓળખ આપી હતી. અને લગ્ન કરાવવા માટે વાતચીત કરી સગીરાને દેખાડી હતી. જે બાદ જ્ઞાનચંદને છોકરી ગમતા ઉપરોક્ત બંને ઈસમો દલાલીની ભૂમિકામાં આવી ગયા હતા અને સોદેબાજી ચાલુ કરી હતી.પ્રથમ એક લાખમાં સગીરાની બોલી લગાવ્યા બાદ આખરે 75 હજારમાં સોદો નક્કી થતાં રાજા ઉર્ફે હસમુખ બોરાસીએ તેની કહેવાતી પ્રેમિકાને જ્ઞાનચંદને સોંપી સોદેબાજીમાં નક્કી થયેલા 75 હજાર રૂપિયા લઈ ત્યાંથી નીકળી ગયા હતા.અને જ્ઞાનચંદ પાસેથી મળેલા 75 હજાર માંથી 50,000 રૂપિયા રાજા ઉર્ફે હસમુખલાલ બોરાસીએ રાખ્યા હતા.જયારે દલાલી કરનાર બાલચંદને દલાલીની અવેજમાં 25000 રૂપિયા મળ્યા હતા. ઉપરોક્ત મામલો દોઢ વર્ષ અગાઉ અગાઉ બન્યો હતો.અને તે સમયે સ્થાનિક પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ અંગેનો ગુનો રજીસ્ટર થયો હતો.
ડો.રાજદીપસિંહ ઝાલાએ ચાર્જ લેતા મિસિંગની ધૂળ ખાતી જૂની ફાઈલોનું ફરીથી માઈક્રો સ્ક્રીનિંગ કરતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો.
લાંબા સમય સુધી કોઈ સફળતા મળી ન હતી.પરંતુ આ વખતે કદાચ સગીરાનુ કિસ્મત જોર કરી ગયો અને દાહોદ એસપી તરીકે ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ ચાર્જ લેતા જુદા જુદા પોલીસ મથકોમાં અપહરણ જેવા મિસિંગ થયેલા વ્યક્તિઓના અંડિટેકટ કેશોની ધૂળ ખાઈ રહેલી ફાઈલોનું માઈક્રો સ્કેનિંગ કરવામાં આવતા આ મામલો એસપીના ધ્યાનમાં આવ્યો હતો અને પોલીસની જુદી-જુદી ટીમો બનાવી સમગ્ર પ્રકરણમાં તલસ્પર્શી તપાસ હાથ ધરતા પોલીસની જુદી જુદી ટીમોંને મોટો બ્રેક થ્રુ મળ્યો હતો.અને પરિણામ સ્વરૂપ માનવ તસ્કરીના પ્રકરણનો પર્દાફાશ કરી માનવ તસ્કરીમાં સંડોવાયેલા સગીરાના પરિણીત પ્રેમી, દલાલ તેમજ સગીરાને ખરીદનાર રાજસ્થાનના ઈસમ સહિત ત્રણેયની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો અને માનવ તસ્કરી, અપહરણ, પોક્સો, તેમજ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જો હજીરા જોડે દુષ્કર્મ આચારવામાં આવ્યું હશે તો દુષ્કર્મ અંગેનો પણ ગુનો દાખલ કરવાની પોલીસની ટીમો દ્વારા તૈયારી રાખવામાં આવી છે.