Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર પોલીસે કતલખાને જતી ચાર ભેંસો બચાવી બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

October 16, 2023
        2318
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસે કતલખાને જતી ચાર ભેંસો બચાવી બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

બાબુ સોલંકી :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના સુખસર પોલીસે કતલખાને જતી ચાર ભેંસો બચાવી બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ચાર ભેંસો ની કિંમત ૮૦,૦૦૦ તથા પીકઅપ ડાલાની કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩,૩૦,૦૦૦ નો મુદ્દામાલ સુખસર પોલીસે કબજે લીધો

સુખસર,તા.૧૬

      ફતેપુરા તાલુકાના સુખસર થી પસાર થઈ ઝાલોદ તરફ જતા હાઇવે માર્ગ ઉપર થી દુધાળી ભેંસની આડમાં પશુઓ કતલખાને જતા હોવા બાબતે બાતમી મળતા સુખસર પોલીસે બાતમીના આધારે ઘાણીખૂટ ચોકડી ઉપર વોચમાં રહી બાતમી વાળી ગાડી ઝડપી લઇ તેમાં દોરડા વડે ક્રૂરતા પૂર્વક બાંધેલ ચાર ભેંસો સહિત ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ પીકઅપ ડાલાનો કબજો લઈ ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

          જાણવા મળેલ માહિતી મુજબ શનિવાર સાંજના આઠેક વાગ્યાના અરસામાં સંતરામપુર થી સુખસર થઈ ઝાલોદ તરફ જતા માર્ગ ઉપર પીકઅપ ડાલામાં ભેંસો કતલખાતને જતી હોવાની બાતમી સુખસર પોલીસને મળતા ઘાણીખુટ ચોકડી ઉપર પોલીસ વોચમાં રહી બાતમી વાળી ગાડી નંબર જીજે.૩૫-ટી.૩૩૭૫ ની રાહ જોતા સાડા આઠેક વાગ્યાના અરસામાં બાતમી વાળી પીકઅપ ડાલુ આવી પહોંચ્યું હતું.અને તેમાં તપાસ કરતા ત્રણ ભેંસો તથા એક નાનું પાડુ મળી ચાર ભેંસો ને દોરડા વડે ક્રુરતા પૂર્વક બાંધી વહન કરવામાં આવતી હોવાનું જોવા મળેલ.જ્યારે ઘાસચારો અને પાણી વગર કોઈપણ આધાર પુરાવા વગર દુધાળી ભેંસની આડમાં બીજી ભેંસો રાખી કતલ કરવાના ઇરાદે લઈ જઈ રહ્યા હોવાનું બહાર આવતા પોલીસે ત્રણ ભેસો તથા એક નંગ પાડુ મળી કુલ ચારની કિંમત રૂપિયા ૮૦,૦૦૦ હજાર તથા પીકપ ડાલાની કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩,૩૦,૦૦૦ નો સુખસર પોલીસે મુદ્દામાલ કબજે લીધેલ હોવાનું જાણવા મળે છે.

       ઉપરોક્ત બાબતે પ્રકાશભાઈ પુનિયાભાઈ અ.હે.કો.સુખસર પોલીસ સ્ટેશનના ઓએ ફરિયાદ આપતા પીક અપ ડાલામા ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા જાવેદભાઈ મુસ્તાકભાઈ પટેલ તથા સાહીમભાઈ કાળુભાઈ મુલ્તાની બંને રહે.સંતરામપુર બસ સ્ટેશન પાછળ,કાદરી મસ્જિદ વિસ્તાર, સંતરામપુર,જી.મહીસાગરના ઓની વિરુદ્ધમાં ધી ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ ની કલમ- ૧૧(૧)(ડી)(એફ)(એચ) તથા જી.પી.એક્ટ કલમ-૧૧૯ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.જોકે કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો પશુઓની હેરાફેરી કરવા માટે ટ્રકમાં ચારથી છ અને નાના ટેમ્પામાં બેથી ચાર પશુઓ ભરી શકાય.વાહનમાં પશુ દીઠ બે ચોરસ મીટર જગ્યા ફરજિયાત ફાળવવી જરૂરી છે.તેમજ એનિમલ વેલ્ફર બોર્ડના સર્ટિફિકેટ વગર પશુઓની હેરાફેરી થઈ શકે નહીં.જોકે પ્રાણી ક્રુરતા નિવારણ માટેના નિયમો જળવાતા નથી.તથા મુસાફરી દરમ્યાન પશુઓ માટે પૂરતું પાણી અને ઘાસચારો રાખવો પણ ફરજિયાત છે.તેમજ સૂર્યાસ્ત પછી પ્રાણીઓને ચલાવવા ઉપર પ્રતિબંધ છે.પ્રાણીઓને ડમ્પર કે કાંકરા વાળા રોડ ઉપર પાંચ કિ.મી થી વધુ દૂર ચલાવી શકાય નહીં.તથા પશુઓની હેરાફેરી દરમ્યાન વેટરનરી

 ડૉક્ટરનું સર્ટિફિકેટ આવશ્યક છે.જેમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ કે પશુ જે- તે મુસાફરી કરવા માટે સંપૂર્ણ તંદુરસ્ત છે.તેમજ પશુનું વહન કરતાં દરેક વાહનની બહાર સ્પષ્ટ વાંચી શકાય તેવા મોટા લાલ અક્ષરોમાં પશુઓ મોકલનાર અને સ્વીકારનારના નામ- સરનામાં,ટેલીફોન નંબર,પશુઓની સંખ્યા દર્શાવવી ફરજીયાત છે.તેમજ ખોરાકની ચીજ વસ્તુઓ અને જથ્થો દર્શાવવો પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!