કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા ખાતે અમૃત કળશ યાત્રાનું સ્વાગત અને સમાપન..
સિંગવડ તા. ૧૩
સિંગવડ તાલુકામાં 12 10 23 ના રોજ પતંગડી પ્રાથમિક શાળા ખાતેથી અમૃત કળશ યાત્રાને મારી માટે મારો દેશ અંતર્ગત નીકળવામાં આવી હતી તે આખા વિસ્તારમાં ફરીને રાત્રે નાના આંબલીયા હાઈસ્કૂલ ખાતે રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું જ્યારે 13-10-2023 ના રોજ સવારે આઠ વાગે પ્રસ્થાન થઈ મેથાણ વાલાગોટા ચુંદડી બોરગોટા દાસા આરોડા પીસોઈ થઈને સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા ખાતે આવી પહોંચતા સિંગવડ સરપંચ લખીબેન બાલુભાઈ વહુનીયા દ્વારા આ કળશ યાત્રાનો ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ અમૃત કલશ યાત્રા મા ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ વહુનીયા ઉપપ્રમુખ શ્રુતિ બેન ડામોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખો સી કે કિશોરી કાંતાબેન ડામોર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો પૂર્વ સરપંચ જીવનભાઈ વહુનીયા તલાટી કમ મંત્રી સંજયભાઈ આંગણવાડી બહેનો પ્રાથમિક શાળાના સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સિંગવડ સરપંચ લખીબેન બાલુભાઈ વહુનીયા દ્વારા આવેલા મહેમાનો નું ફૂલહાર કરી સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે જવાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને આવેલા સૌ લોકો દ્વારા ફૂલો હાથમાં લઈને શપથ લેવામાં આવ્યા હતા જ્યારે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ સિંગવડ પ્રાથમિક શાળા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું