ફતેપુરા ટી.ડી.ઓની બઢતી સાથે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

Editor Dahod Live
1 Min Read

ફતેપુરા ટી.ડી.ઓની બઢતી સાથે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

ફતેપુરા તા. ૧૦

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા કે એ વસાવાની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.તેઓને પંચમહાલ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.

 જેના પગલે આજે તારીખ 10 ઓક્ટોબર 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત મગન પારગી તેમજ ફતેપુરા તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એન ડી અસારી તેમજ ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા તાલુકા સભ્યો તેમજ ફતેપુરા તાલુકાના તલાટીઓ તેમજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને શ્રીફળ આપી સાલ ઓલાડીને તેઓનું સન્માન કર્યું હતું 

આ વેળાએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી કે એ વસાવા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને તેમજ હોદ્દેદારોને સ્નેહપૂર્વક મળ્યા હતા અને ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે તેઓની ફરજ દરમ્યાન તમામ સ્ટાફ તેમજ હોદ્દેદારો સાથે ના સ્મરણો વાગોળ્યા હતા.

આમ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી કે એ વસાવાની બઢતી સાથે બદલી થતાં ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

Share This Article